કોરોના રોગચાળાના અંતની રાહ જોતા સમગ્ર વિશ્વમા બ્રિટન તરફથી એક ખરાબ સમાચાર આવ્યા છે. અહીં કોરોનાવાયરસના નવા પ્રકારો શોધાયા છે જે પહેલા કરતા વધુ ઝડપથી ફેલાય છે. યુરોપમાં કોરોનાના નવા સ્વરૂપની શોધ થયા બાદ કડક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે, નાતાલનો કાર્યક્રમ પણ રદ કરવામાં આવ્યો છે.
ઇંગ્લેન્ડના ચીફ મેડિકલ ઓફિસર ક્રિસ વિટ્ટીએ કોરોનાના નવા દેખાવની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું હતું કે વિશ્વ આરોગ્ય સંગઠનને આ વિશે જાણ કરવામાં આવી છે.
આરોગ્ય સચિવ મેટ હેનકોકે સોમવારે જણાવ્યું હતું કે વૈક્ષાનિકોએ ઇંગ્લેન્ડના દક્ષિણ ભાગમાં કોરોનાવાયરસના નવા પ્રકારો શોધી કાઢ્યા છે, જે ખૂબ ઝડપથી પ્રસરી શકે છે. પરિણામે, ક્રિસમસ પર યુકેમાં મુસાફરીને માટે નવા પ્રતિબંધો લાદવામાં આવશે. જો કે, બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને લંડનમાં ફરી લોકડાઉન માટે ઇનકાર કર્યો હતો.વિટ્ટીએ જણાવ્યું હતું કે દક્ષિણ પૂર્વીય ક્ષેત્રમાં કોરોનાવાયરસના કેસોમાં ઝડપથી વધારો થવાને કારણે, અમે માની રહ્યા છીએ કે વાયરસનું નવું સ્વરૂપ પહેલા કરતાં ઝડપથી ફેલાય છે.
તેમણે કહ્યું, “અમે આ વિશે WHOને ચેતવણી આપી દીધી છે, પરંતુ અત્યારે કોઈ સાબિતી નથી કે કોરોના નવા રુપથી મૃત્યુઆંકમાં વધારો થશે અથવા તેની સારવાર અને રસી ઉપર પણ અસર થશે.”
આ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિની પુત્રીના બોયફ્રેન્ડના ખોરાકના કારણે કરિયાણાના બિલમાં 30 ટકાનો વધારો
દેશી કોરોના 1 કરોડને પાર, વિશ્વમાં 24 કલાકમાં 7.12 નવા લાખ કેસ સાથે 12000 મોત
લદ્દાખની ઘટના બાદ હવે ભારત-વિયેટનામની મિત્રતા વધુ મજબૂતી તરફ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…