Speed/ વંદે ભારત એક્સપ્રેસે બુલેટ ટ્રેનનો રેકોર્ડ તોડ્યો,જાણો રફતાર

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે શુક્રવારે જણાવ્યું હતું કે રેલવે ઓક્ટોબરથી વંદે ભારત ટ્રેનનું નિયમિત ઉત્પાદન શરૂ કરીને દર મહિને બે થી ત્રણ ટ્રેનોનું ઉત્પાદન કરવાનું લક્ષ્ય રાખે છે

Top Stories India
6 18 વંદે ભારત એક્સપ્રેસે બુલેટ ટ્રેનનો રેકોર્ડ તોડ્યો,જાણો રફતાર

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે શુક્રવારે જણાવ્યું હતું કે રેલવે ઓક્ટોબરથી વંદે ભારત ટ્રેનનું નિયમિત ઉત્પાદન શરૂ કરીને દર મહિને બે થી ત્રણ ટ્રેનોનું ઉત્પાદન કરવાનું લક્ષ્ય રાખે છે, જે આગામી મહિનામાં વધારીને પાંચથી આઠ કરવામાં આવશે. રેલવેએ ઓગસ્ટ 2023 સુધીમાં આવી 75 ટ્રેનોનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે.આ નવી ટ્રેને તમામ ટ્રાયલ પૂર્ણ કરી લીધી છે અને તે વ્યાવસાયિક ધોરણે દોડવા માટે તૈયાર છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આ ટ્રેન મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડી શકે છે અને આ મહિને સત્તાવાર રીતે શરૂ કરવામાં આવશે.

વૈષ્ણવે કહ્યું કે નવી ટ્રેનમાં ઘણી એડવાન્સ સિસ્ટમ છે. તેમણે કહ્યું કે ત્રીજી વંદે ભારત ટ્રેને તેની ટ્રાયલ પૂર્ણ કરી લીધી છે અને કોમર્શિયલ ઓપરેશન માટે તૈયાર છે. તેમણે કહ્યું કે નવી ટ્રેન માત્ર 52 સેકન્ડમાં શૂન્યથી 100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે જ્યારે જૂની ટ્રેને આ સ્પીડ હાંસલ કરવામાં 54.6 સેકન્ડનો સમય લીધો હતો. તેમણે કહ્યું કે નવી ટ્રેનના વજનમાં પણ 38 ટનનો ઘટાડો કરવામાં આવ્યો છે જેથી તે ઝડપથી દોડી શકે. તેમણે કહ્યું કે નવી ટ્રેન 130 સેકન્ડમાં 160 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે જ્યારે જૂના વર્ઝનની ટ્રેને આ સ્પીડ હાંસલ કરવામાં 146 સેકન્ડનો સમય લીધો હતો. વૈષ્ણવે કહ્યું, “અમે હવે સીરીયલ રીતે પ્રોડક્શન શરૂ કરીશું. પરીક્ષણ પૂર્ણ થયું છે. અમારું લક્ષ્ય ઓક્ટોબરથી નિયમિત ઉત્પાદન શરૂ કરવાનું છે. આ અંતર્ગત દર મહિને બેથી ત્રણ ટ્રેનોનું ઉત્પાદન કરવામાં આવશે. આ પછી, આ ક્ષમતા વધારીને દર મહિને પાંચથી આઠ ટ્રેન કરવામાં આવશે. તેમણે કહ્યું કે મોટાભાગની ટ્રેનોનું ઉત્પાદન ચેન્નાઈની ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરીમાં કરવામાં આવશે.