વલસાડમાં નવજાત શિશુના મોતથી ગમગીન બનેલ પરિવાર બાળકના અંતિમ સંસ્કારની તૈયારી કરી રહ્યો હતો ત્યારે તેમની આંખોમાંથી ખુશીના આંસુ આવી ગયા હતા. દુ:ખના સમયે ખુશીના આંસુ આવી ગયા હતા. જણાવીએ કે ધરમપુર નજીકના પાનવા ગામની મહિલાએ સાતમા મહિને બાળકીને જન્મ આપતા વજન ઓછું હોવાથી 6 દિવસ પેટીમાં રાખ્યા બાદ હોસ્પિટલમાં ડોક્ટરે મૃત જાહરે કરતા પરિવારજનો સ્માશાનમાં ખાડો ખોદી અંતિમવિધિ શરૂ કરતા પિતાના હાથમાં રહેલા નવજાત બાળકીએ હલનચલન સાથે આંખો ખોલતા તમામ આશ્ચર્યચકિત થઇ ગયા હતા.
ધરમપુરના પાનવા ગામમાં રેહતા જયમતીબેન અજયભાઈ ચૌધરીએ ધરમપુરની જનની હોસ્પિટલમાં બાળકીને જન્મ આપ્યો હતો. સાતમા માસે બાળકીને જન્મ આપ્યો હતો જેથી તેનું વજન ઓછું હોવાથી કાચની પેટીમાં રાખી હતી. પડશે એવું પરિવારને જણાવી નવજાત બાળકીને સતત 6 દિવસ સારવાર આપીને ડોક્ટરે બાળકી મૃત હોવાનું જણાવી તમારા સાગા-સંબંધીને બોલાવી લો એમ કહી બાળકીનો કબજો આપી દીધો હતો. જેના કારણે પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો.
નવજાત બાળકીના મૃત્યુ અંગે જાણ થતાં સગા-સંબંધીઓ પણ પહોંચી ગયા હતા અને બાળકીને સ્મશાન લઈ જઈ ખાડો ખોદીને અંતિમવિધિ કરવાની તૈયારી ચાલી રહી હતી. ત્યાં અચાનક જ પિતાએ પકડેલી બાળકીના શરીરમાં હલન ચલન થતાં સૌ ચોંકી ગયા હતા. બાળકીએ હાથ-પગ મરોડીને આંખ ખોલતા જ હાજર લોકો આખી ઘટનાને કૂતુહલવશ જોતા રહી ગયા હતા.
નવજાત બાળકીએ આંખો ખોલી દેતા તાત્કાલિક 108ને ફોન કરીને બાળકીને સારવાર માટે વલસાડની હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં એક દિવસની સારવાર બાદ પરિવારે બીજી હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં એનઆઈસીયુંમાં રાખ્યા બાદ હાલ તેની સ્થિતિ સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે.
થોડા સમય પહેલા પણ આવો એક કિસ્સો ચર્ચામાં આવ્યો હતો. મિશિગનમાં 20 વર્ષનાં એક છોકરાએ મોતને પણ માત આપી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર, માઇકલ પ્રુઇટ નામનો યુવા પોતાનાં પરિવારની સાથે ટેલરમાં રહેતો હતો. લિવોનિયામાં તે પોતાનાં સાવકા પિતાની સાથે કામ કરી રહ્યાં હતાં. આ દરમ્યાન તેને વિજળીનો કરંટ લાગ્યો. કરંટ લાગવાથી તેનાં શ્વાસ બંધ થઇ ગયા હતાં. અંદાજે 20 મિનિટ સુધી તેનો શ્વાસ બંધ રહ્યો. પરંતુ ડૉક્ટરોની ટીમે તેને વિજળીનો ઝટકો આપીને પરત જીવતો કરી દીધો. જીવતો થયા બાદ પ્રુઇટે કહ્યું કે, મને ધાતુની સીડી લઇ જતા હોવાનું યાદ છે પરંતુ ત્યાર બાદ શું થયું એ યાદ નથી.
આ પણ વાંચો:આ પૂર્વ MLA અને ધારણ કરશે કેસરિયો, કોંગ્રેસમાંથી ફાડી ચુક્યા છે છેડો