Mahesana News : મહેસાણાના કડી ખાતે નવજાત શીશુ મૃત હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ છે. માની મમતા મરી પરવારી હોય એમ કોઈ મહિલાએ નવજાત મૃત શીશુને તરછોડી દીધું હતું. આ ઘટના કડીના નાની કડી રોડ પર બની હતી. આ નવજાત મૃત શીશુ ઉમિયા નર્સિંગ કોલેજ કેમ્પસ માંથી મળી આવ્યું હતું.
આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. જેને આધારે પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.