વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેડિયો કાર્યક્રમ મારફતે દેશવાસિયો ને સંબોધન કર્યુ. દર મહિનાના અંતિમ રવિવાર ના રોજ 11 વાગ્યે પ્રસારિત થનાર આ કાર્યક્રમમાં મારફતે વડાપ્રધાને શેર કર્યા. દેશભરમાં મન કી બાતની આ 37 વાર પ્રસારણ હતુ. છેલ્લા મહિનામાં ‘મન કી બાત‘ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોની દેશની યાત્રા કરી. ‘ભારતના વિવિધતાના ભાવથી લાગ્યું અને કહ્યું કે વિવિધ રાજ્યોના પરંપરાઓ, સંસ્કૃતિ, વસ્ત્ર, રસોઈ જાણવા અને શીખવાની કળા પ્રયત્ન કરો, તેવુ પણ જણાવ્યુ હતુ અને સાથે સાથે પૂજાનું મહત્વ સમજાવ્યું હતું.
પીએમ મોદીએ કહ્યું કે, “છઠ્ઠ પૂજા પ્રકૃતિ સાથે જોડાયેલો પર્વ છે. જેમાં ઉગતા અને ડૂબતા સૂર્યની પૂજા થાય છે જે ઉગતા લોકોની સાથે ડૂબતાંનું પણ મહત્વ સમજાવે છે ”અને સાથે સાથે પીએમએ કહ્યું કે, “મનની વાતમાં ખાદીની અપીલથી તેના વેચાણમાં વધારો નોંધાયો છે. ધનતેરસના દિવસે દિલ્હીના એક સ્ટોરમાં રેકોર્ડ સ્તરે ખાદીનું વેચાણ થયું છે.” સાથે જ દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂના જન્મદિવસને યાદ કરી લોકોને બાળદિવસની શુભેચ્છા આપી હતી.