કોરોના વેક્સિનને લઇને સૌથી મોટા સમાચાર હાલમાં મળી રહ્યા છે. દેશનાં કરોડો લોકો જેની આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યા હતા તે વક્સિનનો પ્રારંભ આગામી 16 મી જાન્યુઆરીથી થશે. એકબાજુ ગુજરાત સહિત દેશભરમાં મકરસંંક્રાતિનો તહેવાર ઉજવાઇ ગયા બાદ કમુરતા ઉતરતાની સાથે જ દેશભરમાં વેક્સિન આપવાની શરૂઆત થશે.
કેન્દ્ર સરકારની ગાઇડલાાઇન મુજબ કોરોના વોરિયર્સને સૌથી પહેલા વેક્સિન આપવામાં આવશે. જેમા આરોગ્ય કર્મચારીઓનો સમાવેશ થશે. અનેક રાઉન્ડ દરમિયાન કરોડો લોકો સુધી વેક્સિન પહોંચાડવાનો કેન્દ્ર સરકારનો પ્લાન છે. આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વેક્સિન બારામાં એક સમિક્ષા બેઠકનુ આયોજન કર્યુ હતુ. આ બેઠક બાદ કેન્દ્રનાં આરોગ્ય મંત્રાલયે સત્તાવાર જાહેરાત કરી હતી. પહેલા એવા સમાચાર આવ્યા હતા કે, 13 અને 14 જાન્યુઆરીની આસપાસ વેક્સિન અપાશે પરંતુ સારુ કામ સારા મહોરતમાં થતુ હોવાના કારણે 16 મી જાન્યુઆરીથી રસીકરણનો કાર્યક્રમ શરૂ થવા જઇ રહ્યો છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…