રાજ્યમાં મહાનગરોની ચૂંટણી સંપન્ન થયા બાદ કોરોનાના કેસો કૂદકેને ભુસકે વધી રહ્યાં છે. રાજ્યની વાત કરીએ તો કોરોના સંક્રમણ વધતાં હવે સ્થિતિ દિવસે ને દિવસે વિકટ બનતી જાય છે. ત્યારે સંક્રમણ અટકાવવા માટે ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફયૂની જે જાહેરાત થઇ હતી તેના અમલવારીને આવતીકાલે સમય મર્યાદા પૂર્ણ થશે. ત્યારે રાત્રિ કર્ફયૂને લઇને હાલની જે સ્થિતિ છે તે મુ્દ્દે શું લેવાઇ શકે નિર્ણય ?
- રાજ્યમાં કોરોનાનો હાહાકાર
- ગુજરાતમાં કોરોના કેસની સ્થિતિ
- સંક્રમણનું સંકટ વધતાં વધ્યું જોખમ
- રાજ્યમાં કુલ 12,041ને પાર એક્ટિવ કેસ
રાજ્યમાં કોરોના મહામારીનો અજગરીભરડો જોવા મળી રહ્યો છે. માંડ માંડ કન્ટ્રોલમાં આવેલ કેસ ચૂંટણીઓ પત્યા બાદ ફરી રોકેટ ગતિએ વધી ગયા છે. રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 2250 ઉપર નવા કેસ નોધાયા છે. 24 કલાકમાં 8 દર્દીઓના મોત થયા છે. તો 24 કલાકમાં 1731 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. હાલ, રાજ્યમાં કુલ 12,041 એક્ટિવ કેસ છે. જ્યારે કુલ કેસનો આંક 3 લાખને પાર કરી ગયા છે.
જો મહાનગરોની વાત કરીએ તો. અમદાવાદમાં નવા 602, સુરતમાં નવા 603, વડોદરામાં નવા 201, રાજકોટમાં નવા 198 કેસ નોંધાયા છે. કૂદકે ને ભુસકે વધી રહેલા કોરોનાના કેસોને ધ્યાનમાં રાખીને અગાઉ રાજ્ય સરકારે રાત્રિ કર્ફ્યુની મુદ્દત વધારી હતી. હાલ ચાર મહાનગરોમાં રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ અમલમાં છે. તો હવે આગામી સમયમાં રાત્રિ કર્ફયૂની સમયમર્યાદા અંગે તંત્ર દ્વારા નિર્ણય લેવાશે.
ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂની કાલે મુદ્દત પૂર્ણ
રાત્રિ કર્ફ્યુ અંગે તંત્ર દ્વારા લેવાઈ શકે છે નિર્ણય
તાજેતરમાં કોરોનાના કેસોની સ્થિતિ કપરી
રાત્રિ કર્ફ્યુના સમયમાં ફેરફાર થવાની શક્યતા નહીંવત
31મી માર્ચે રાત્રિ કર્ફ્યની સમય મર્યાદા પૂર્ણ થશે. ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ અંગે નિર્ણય લેવામાં આવશે. તાજેતરમાં વધી રહેલા કોરોનાના કેસોની સ્થિતિને જોતા રાત્રિ કર્ફ્યુના સમયમાં કોઈ ફેરફાર થવાની શક્યતા નહીંવત છે. એવું પણ લાગી રહ્યું છે કે રાજ્ય સરકાર ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ યથાવત રાખી શકે છે ઉપરાંત સમયમાં પણ ખાસ કોઇ ઘટાડો નહીં થાય તેવી પણ એક શકયતા વ્યકત કરાઇ છે. જો કે તંત્ર નાઈટકર્ફ્યુ અંગે સત્તાવાર જાહેરાત કરશે. મહત્વનું છે કે, અગાઉ સરકારે મોટાપાયે ચૂંટણી યોજી રેલી કરી હતી. જેને કારણે દિવસે-દિવસે કોરોનાના કેસો વધી રહ્યાં છે. જેને લઇને ચાર મહાનગરોમાં હવે રાત્રિ કર્ફયૂ અંગે આગામી સમયમાં ફેરફાર થશે કે યથાવત રહેશે તેનો તંત્ર દ્વારા નિર્ણય લેવાશે