છેલ્લા એક વર્ષથી સુરેન્દ્રનગર જિલ્લા માહિતી કચેરીમાં ફેલો તરીકે કાર્યરત નીતિન રથવીનો કાર્યકાળ પૂર્ણ થતાં આજે સુરેન્દ્રનગર નાયબ માહિતી નિયામક ઘનશ્યામ પેડવા અને માહિતી પરિવાર દ્વારા શાલ અને શ્રીફળ આપી તેમને ભાવસભર વિદાયમાન આપવામાં આવ્યું હતું.
આ તકે સુરેન્દ્રનગર નાયબ માહિતી નિયામક ઘનશ્યામ પેડવાએ નીતિન રથવી આવનાર ભવિષ્યમાં ઉત્તરોતર પ્રગતિ કરે અને આવી જ કર્તવ્યનિષ્ઠા સાથે કાર્ય કરતા રહે તેવી શુભકામનાઓ પણ પાઠવી હતી. આ તકે નીતિન રથવીએ એક વર્ષના અનુભવ વર્ણવીને માહિતી વિભાગના સૌ સહકર્મીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે માહિતી મદદનીશ શિવરામ આલ, સહાયક અધિક્ષક બી.એલ.જાદવ અને જુનિયર ક્લાર્ક આર.ડી.રાણા સહિતના કર્મચારી ઓએ નીતિન રથવીને શુભકામનાઓ પાઠવી હતી.