લોક જનશક્તિ પાર્ટી (એલજેપી) ના પ્રમુખ ચિરાગ પાસવાને રવિવારે મોટો દાવો કર્યો હતો કે, આ ચૂંટણીના પરિણામો બાદ બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમાર ભાજપથી છુટા પડશે અને રાજ્યની મુખ્ય વિપક્ષી પાર્ટી આરજેડીના નેતૃત્વમાં મહાગઠબંધનમાં જોડાશે. 2024 ની લોકસભાની ચૂંટણીમાં એનડીએને પડકારશે.
politics / જ્યોતિરાદિત્ય સિંધિયાની લપસી જીભ, આ પાર્ટીને મત આપવા કરી વિ…
ચિરાગ પાસવાન, જેમણે બિહાર વિધાનસભાની ચૂંટણીઓ 2020 માં એકલા હાથે લડવાનો નિર્ણય લીધો હતો, તેઓ આ ચૂંટણી બાદ મુખ્યમંત્રી તરીકે નીતીશ કુમાર સ્વીકાર્ય નથી અને હાલની વિધાનસભાની ચૂંટણીઓ પછી તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો હાથ મજબૂત કરવા ભાજપને ટેકો આપવાનો દાવો કરી રહ્યા છે.
Jammu Kashmir / ભાજપના 3 નેતાઓની હત્યાનો માસ્ટરમાઇન્ડ આ રીતે ઠાર મરાયો……
નીતીશ કુમાર ફરી એકવાર પીઠ ફેરવી શકે છે
રવિવારે તેમણે દાવો કર્યો હતો કે ‘નીતિશ કુમાર (જેડીયુ રાષ્ટ્રીય અધ્યક્ષ), જે વારંવાર પક્ષ પલટા ને કારણે’ પલ્ટુરામ’ તરીકે ઓળખાય છે, તેઓ આ ચૂંટણી પછી ફરી પક્ષ પલટો કરી શકે છે. આરજેડી વડા લાલુ પ્રસાદ સાથે લાંબી રાજકીય લડાઇ બાદ તેઓ બિહારમાં સત્તા પર આવ્યા હતા. થોડા વર્ષો પછી, તેમણે તેમના જુના સાથી ભાજપ સાથે જોડાણ કરી લીધું.
Godhara / ટ્રક અને બાઇક વચ્ચેના ગમખ્વાર અકસ્માતમાં પિતા-પુત્રનું કરુણ …
ideology / શશી થરૂરે પેપ્સી-કોકનું ઉદાહરણ આપી સમજાવ્યું કે, ભાજપની ચાલ …
નીતીશે બે વર્ષમાં લાલુ પ્રસાદ છોડી દીધો
ચિરાગે એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતી વખતે, 2014ની લોકસભાની ચૂંટણી પૂર્વે નીતીશ કુમારના વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદીના વિરોધની યાદ કરતા કહ્યું કે, “જેણે રાષ્ટ્રીય સ્તરે સંભવિત વડા પ્રધાન તરીકે જ પડકાર આપ્યો હતો, નીતિશે પાંચ વર્ષ પહેલા યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં મોદી વિરુદ્ધ કેટલું ઝેર ઓક્યું હતું. બે વર્ષમાં લાલુ પ્રસાદ છોડીને એનડીએ પરત ફર્યા.
નીતિશ ચૂંટણી પ્રચારમાં લાલુથી વાકેફ છે
ચિરાગ પાસવાસના દિવંગત પિતા અને એલજેપીના સ્થાપક રામ વિલાસ પાસવાન 2014 ની લોકસભાની ચૂંટણી પહેલા એનડીએમાં જોડાયા હતા. જમુઇના સાંસદ ચિરાગ પાસવાને કહ્યું હતું કે, ‘મારો મુદ્દો યાદ રાખો કે નીતિશ ચૂંટણી પ્રચાર દરમિયાન લાલુપ્રસાદ પ્રત્યે ખૂબ સભાન છે અને ફરી એક વાર મહાગઠબંધન સાથે આગામી સરકાર બનાવવાનો પ્રયાસ કરી શકે છે. 2024 માં પણ તે પોતાને મોદીના વિકલ્પ તરીકે રજૂ કરવાનો પ્રયાસ કરી શકે છે.