સુરતમાં કોરોનાએ કાળો કહેર વરસાવ્યો છે. મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે જ્યારે સ્મશાનગૃહમાં લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે, તે જ સમયે, કબ્રસ્તાનોની પણ તર્સ્વીરો સામે આવી છે, જેને લોકો જોઈ શકે છે. હકીકતમાં, કોરોનાના કહેરને ધ્યાનમાં રાખીને કબ્રસ્તાનમાં અગાઉથી કબરો ખોદવામાં આવી રહી છે.
કબરો ખોદવા માટે મજૂરોની અછતને કારણે જેસીબી મશીન લગાવવામાં આવ્યા છે. દેશભરમાં કોરોનાનો ભયંકર પ્રકોપ જે શહેરોમાં સવાથી વધુ છે એવા શહેરોમાં સુરત પણ શામેલ છે. સુરતની હાલત એ છે કે અહીંની હોસ્પિટલોમાં બેડ-વેન્ટિલેટરની તીવ્ર અછત જોવા મળી રહી છે.
એટલું જ નહીં, જીવનરક્ષક દવા રેમેડિસિવીરના ઇન્જેક્શન માટે પરિવારના સભ્યોની લાંબી કતારો જોવા મળી રહી છે અને સ્મશાનગૃહમાં મૃતદેહોના અંતિમસંસ્કાર માટે 10 થી 12 કલાક વેટિંગ કરી રહ્યા છે. આ તસવીર માત્ર સુરતના એક સ્મશાનગૃહની નથી, પરંતુ તેવું જ દ્રશ્ય ત્યાંના બાકીના કબ્રસ્તાનમાં દેખાય છે.
મળતી માહિતી મુજબ, સુરતના રામપુરા સ્થિત કબ્રસ્તાનમાં સામાન્ય રીતે 2 થી 3 મૃતદેહો આવતા હતાં. આજકાલ ત્યાં દરરોજ 10 થી 12 મૃતદેહો આવે છે. કબ્રસ્તાનના સંચાલકોના જણાવ્યા મુજબ, કોઈ એક કબર ખોદવામાં 6 થી 7 કલાકનો સમય લાગે છે, તો અમે કબરો અગાઉથી ખોદી રહ્યા છીએ.
એટલું જ નહીં, જો માણસ કબરના ખોદકામ માટે ઓછા પડે તો તે કબર જેસીબીથી ખોદવામાં આવી રહી છે. કબ્રસ્તાનના મેનેજર મોહમ્મદ આસિફનું કહેવું છે કે મૃતદેહોમાં વધારો થવાને કારણે આ પગલું લેવામાં આવ્યું છે. કોરોના સમયગાળા દરમિયાન મજૂરોની ઉપલબ્ધતા ન હોવાને કારણે જેસીબી મશીન સ્થાપિત કરવામાં આવ્યું છે.