કોરોના કેર વચ્ચે લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. હવે અમદાવાદમાં 108 વિના પણ હોસ્પિટલ દાખલ કરવાનો કોર્પોરેશનને નિર્ણય લીધો છે. એટલે કે, જો કોઈ દર્દીને કોઈ પ્રાઈવેટ વાહનમાં પણ હોસ્પિટલ પહોંચશે તો તેને પણ સારવાર આપવામાં માટેના નિર્દેશ કરાયા છે. જણાવીએ કે આજે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મુખ્ય સચિવ ડો. રાજીવ કુમાર ગુપ્તા, IAS અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઈ હતી.
આપને જણાવી દઈએ કે, ગુજરાત હાઈકોર્ટે ઉધડો લીધા બાદ સરકારે તાત્કાલિક નિયમ બદલવો પડ્યો છે.108નું 8થી 10 કલાકનું વેઇટિંગ અને 108ના આવતાં દર્દીઓના મોતના આક્ષેપો બાદ ગુજરાત હાઈકોર્ટે લગાવી હતી લપડાક.કોરોના દર્દીઓ માટે મોટા રાહતના સમાચાર આવ્યા છે.
રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે, બીજી તરફ અમદાવાદ શહેરમાં દિવસેને દિવસે દર્દીઓથી હોસ્પિટલ ઉભરાઈ રહી છે. ત્યારે કોરોના સારવારમાં આધારકાર્ડ મામલે AMCએ સ્પષ્ટતા કરી છે. જેમાં AMCએ ઉલ્લેખ કર્યો છે કે માત્ર કોવિડ ડેજીગ્નેટેડ હોસ્પિટલમાં મનપા કોટા માટે જ જરૂરી છે આધારકાર્ડ, હાલ અમદાવાદ મા 350 હોસ્પિટલ/નરશીંગ હોમ મા કુલ 12500દર્દીઓ સારવાર હેઠળ છે.