નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલે નવમી વખત બજેટ રજૂ કર્યું છે. ત્યારે આ બજેટને ભલે સરકાર અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ ગણાવતી હોય પરંતું, આ બજેટમાં મોંઘવારીને કાબુમાં લાવી શકાય તેવી પણ કોઈ વ્યૂહ રચના દેખાતી નથી.
6 મનપા સહિત પાલિકા અને પંચાયતોની ચૂંટણીમાં ભાજપને ખોબલે-ખોબલે મત આપીને વધુ અડીખમ બનાવનાર જનતાને બજેટમાં મોંઘવારી સામે કોઈ મોટી રાહત આપવામાં આવી નથી. ના વેરામાં રાહત અપાઈ છે, ના કોઈ નવી યોજના છે, જેનાથી મોંઘવારીના મારથી મધ્યમવર્ગીય જનતાને રાહત મળી શકે. ન તો કોઈ એવી વ્યૂહ રચના દેખાઈ રહી છે કે જેનાથી આગામી સમયમાં મોંઘવારીને કાબુમાં લાવી શકાશે. રોજિંદા જીવનમાં અગત્યનો ભાગ ભજવતા પેટ્રોલ-ડિઝલના ભાવમાં પણ કોઈ રાહત મળે તેવી પણ દૂર-દૂરથી કોઈ શક્યતા દેખાતી નથી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ પેટ્રોલ-ડિઝલના વધતા ભાવમાં કોઈ રાહત નહીં મળે તેવા સ્પષ્ટ સંકેત આપી દીધા છે.
Covid-19 / રાજ્યમાં ફરી એકવાર માથું ઉચકતો કોરોના, નોધાયા 475 નવા કેસ
બજેટમાં રાજ્ય સરકાર દ્વારા સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે, જેમાં કરવેરામાં કોઈપણ વધારો ન કરવાનો નિર્ણય લેવાયો છે. કોરોનાકાળને કારણે લોકોની આર્થિક પ્રવૃત્તિઓ પર વિપરીત અસર પડી છે, જેને કારણે સરકારે બજેટ 2021-22માં કોઈપણ નવા વેરાનો વધારો કર્યો નથી.
આ વખતનું બજેટ સરકારે ગુજરાતની વિકાસયાત્રાને ધ્યાનમાં રાખીને રજૂ કર્યું છે. ગુજરાતમાં પ્રજાનો સર્વાંગી વિકાસ થાય, તેમના વિસ્તારોનો પણ વિકાસ થાય એનું ધ્યાન રાખવામાં આવ્યું છે. ત્યારે આ બજેટ સૌનો સાથ સૌનો વિકાસના સૂત્રને હકીકતમાં ચરિતાર્થ કરવામાં કેટલો ભાગ ભજવે છે એ તો સમય જ બતાવશે.
Vaccine / ખુશ ખબર : દેશમાં વધુ એક રસી ક્લિનિકલ ટ્રાયલમાં પાસ, ભારત બાયોટેક એ જાહેર કર્યા પરિણામ