Gandhinagar News: ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે ઓપન સ્કૂલિંગને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં માધ્યમિક શિક્ષણ બોર્ડે ઓપન સ્કૂલિંગમાં અભ્યાસ અને રજીસ્ટ્રેશન માટે કોઈ ફી ન લેવા જણાવ્યું છે. માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજરાત ઓપન સ્કૂલિંગને લઇ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓની પરિક્ષા અને વાંચન માટેની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે.
કોઈ ફી નહીં
સૂત્રોના જણાવ્યા અનુસાર માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી મળેલી માહિતીમાં જણાવાયું છે કે ઓપન સ્કૂલિંગ દ્વારા બોર્ડની પરીક્ષા માટે નજીકની સરકારી અથવા અનુદાનિત ઉચ્ચ માધ્યમિક શાળાનો સંપર્ક કરવાનો રહેશે. આ ઉપરાંત ઓપન સ્કૂલના વિદ્યાર્થીઓ સરકારી અથવા અનુદાનિત શાળાઓ દ્વારા પરીક્ષા માટે નોંધણી કરાવી શકશે. જેમાં ઓપન સ્કૂલના વિદ્યાર્થીઓની પરીક્ષા માટે કોઈ ફી લેવામાં આવશે નહીં.
માધ્યમિક શિક્ષણ બોર્ડના આ નિર્ણયથી વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. બોર્ડના આ નિર્ણયથી વિદ્યાર્થીઓ વધુ પરીક્ષા આપી શકશે અને પોતાનો વિકાસ કરી શકશે. આ ઉપરાંત માધ્યમિક શિક્ષણ બોર્ડ વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન વાંચન સામગ્રી પણ આપશે.
આ પણ વાંચો: ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણીનું ચાલે છે મતદાન