આજે આપણે સ્માર્ટ ચીજ-વસ્તુઓની દુનિયામાં પગ મુકી ચુક્યા છે કે જ્યા લગભગ વસ્તુઓ તમને સ્માર્ટ મળી જશે. સ્માર્ટ મોબાઈલ તો પહેલા જ હતા હવે સ્માર્ટ વોટ પણ મોટી સંખ્યામાં માર્કેટમાં ઉપલબ્ધ છે. જેામ એક Noise ColorFit Caliber સ્માર્ટવોચ છે. જણાવી દઇએ કે, Noise ColorFit Caliber સ્માર્ટવોચ ભારતમાં લોન્ચ કરવામાં આવી છે. આ એક સસ્તી સ્માર્ટવોચ છે અને તેમાં કલર ડિસ્પ્લે અને 15 દિવસની બેટરી જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.
ખાસ વાત એ છે કે આ ઘડિયાળ શરીરનું તાપમાન પણ માપી શકે છે. તેની સાથે તેમાં બ્લડ ઓક્સિજન સેન્સર પણ આપવામાં આવ્યું છે. તે હૃદયનાં ધબકારાને પણ મોનિટર કરી શકે છે. Noise ColorFit Caliber ની કિંમત 3,999 રૂપિયા છે. જો કે, હાલ માટે, ગ્રાહકો તેને રૂ. 1,999 ની પ્રારંભિક કિંમતે ખરીદી શકશે. ગ્રાહકો માટે ગુરુવારથી એટલે કે 6 જાન્યુઆરીથી તે ફ્લિપકાર્ટ પર ઉપલબ્ધ છે, અને હવે તેઓ આસાનીથી તેને ખરીદી શકે છે. તેને બ્લેક, બ્લુ, ગ્રીન, રેડ અને વ્હાઇટ કલર ઓપ્શનમાં રજૂ કરવામાં આવેલ છે.
નોઈઝ કલરફિટ કેલિબરની વિશિષ્ટતાઓ
આ સ્માર્ટવોચમાં 240×280 પિક્સલ રિઝોલ્યુશન સાથે 1.69-ઇંચની TFT ડિસ્પ્લે છે. તેમાં બ્લડ ઓક્સિજન સેન્સર (SpO2) અને 24×7 હાર્ટ રેટ મોનિટરિંગ માટે સપોર્ટ છે. તે તણાવ, ઊંઘ અને માસિક ચક્રનું પણ નિરીક્ષણ કરી શકે છે. નોઈઝ કલરફિટ કેલિબરમાં 60 સ્પોર્ટ્સ મોડને સપોર્ટ કરવામાં આવ્યો છે. તે ધૂળ અને પાણીનાં પ્રતિકાર માટે IP68 પ્રમાણિત છે. આ ઘડિયાળમાં યૂઝર્સને 150 કસ્ટમાઈઝેબલ વોચ ફેસ પણ મળશે.
અન્ય ઘડિયાળની જેમ આમાં પણ યુઝર્સને મેસેજ અને એપ્સનાં નોટિફિકેશન એલર્ટ મળશે. તેને એન્ડ્રોઇડ અને આઇફોન બન્ને સાથે જોડી શકાય છે. ફ્લેટ ડિઝાઇનવાળી આ ઘડિયાળમાં યુઝર્સને એલાર્મ, મ્યુઝિક કંટ્રોલ, 15 દિવસની બેટરી અને બોડી ટેમ્પરેચર સેન્સર જેવા ફીચર્સ પણ મળશે.