બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતી મામલે તપાસનીસ પોલીસ અધિકારી દ્વારા આપવામાં આવેલી માહિતી બાદ કોંગ્રેસ ભાજપ આમને સામને જોવામાં આવી રહી છે. જાહેર કરવામાં આવેલી માહિતી મુદ્દે કોંગ્રેસ દ્રારા સ્પષ્ટતા કરવાની સાથે સાથે ભાજપ પર પ્રહાર પણ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી દ્વારા પત્રકાર પરિષદ યોજી આ મામલે કહેવામાં આવ્યું હતું કે, કોંગ્રેસે જ આ કાંડનો પર્દાફાશ કર્યો હતો. કોંગ્રેસ પક્ષે કંઈ જ ખોટું કર્યું નથી. ઉલ્ટાનું કોંગ્રેસને ટાર્ગેટ કરવામાં આવી રહી છે. RSS અને BJP શાસકોને બચાવવા રણનીતિ ઘડાઈ હોય તેવુ પ્રતિત થઇ રહ્યું છે.
પોલીસ દ્વારા જે આરોપીના ધરપકડ કરવામાં આવી છે તેમાં જાહેર કરવામાં આવેલા નામોમાં બીજો આરોપી છે તે ભાજપનો છે. 13 જુલાઈએ ફારૂકે ભાજપમાં તેની નોંધણી કરાવી હતી. છેલ્લા 2 વર્ષમાં 90% સ્પર્ધાત્મક પરીક્ષાના પેપરો ફૂટ્યા છે. છેલ્લે LRD અને બિનસચિવાલય પરીક્ષાના પેપરો ફૂટ્યા હતા. નિષ્ફળતાઓ છુપાવવા સરકાર કોંગ્રેસ પર આક્ષેપો કરે છે. બિનસચિવાલય પરીક્ષા મામલે ગેરરીતી સામે પોલીસ અને SITની તપાસની માંગ કોંગ્રેસે કરી હતી. CM વિજય રૂપાણીના આક્ષેપો પાયા વિહોણા છે. સરકાર આ મામલાને પણ રાજકીય રંગ આપી કોંગ્રેસને બદનામ કરી રહી છે.
આપને જણાવી દઇએ કે, તપાસનીસ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલા આરોપીમાંનો એક આરોપી કોંગ્રેસનાં નેતાનો સગો અને ખુદ કોંગ્રેસનો સભ્ય હોવાની પુષ્ટી આપવામાં આવી હતી, ત્યાર બાદ રાજકીય નિવેદનો શરુ થયા હતા અને પૂર્વે ભાજપનાં નેતા ગેરરીતીમાં સામેલ હોવાનાં કોંગ્રેસનાં આરોપ સામે કોંગ્રેસ સામેલ હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા.
સમગ્ર હોબાળો હજુ ચાલી રહ્યો હતો ત્યાં જ બિનસચિવાલય પરીક્ષામાં ગેરરિતી મામલો નવો ઘટસ્ફોટ સામે આવ્યા છે. જી હા બિનસચિવાલય પરીક્ષામાં ગેરરિતીમાં નવો ખુલાસો સામે આવ્યો છે. ગેરરીતી મામલે કોંગ્રેસ બાદ ભાજપનું કનેક્શન પણ બહાર આવ્યું છે. ફારૂક કુરેશી ભાજપનો કાર્યકર હોવાનું સામે આવી રહ્યું છે. આપને જણાવી દઇએ કે, મુખ્ય ભેજાબાજ આરોપી પ્રવિણદાન ગઢવી હજુ પણ પોલીસ પકડથી દુર છે.
આમ પરીક્ષામાં પહેલા કોંગ્રેસ કાર્યકરની સંડોવણી સામે આવી અને પછી ભાજપના કાર્યકરની સામેલગીરી પણ સામે આવતા, “લે ભાઈ હરખા-આપણે બંને સરખા” જેવો ક્યાસ જોવામાં આવી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.