છેતરપિંડી કેસ/ સુકેશ ચંદ્રશેખરની છેતરપિંડી સંબંધિત કેસમાં ED સમક્ષ હાજર થઈ નોરા ફતેહી, નોંધ્યું પોતાનું નિવેદન

નોરા ફતેહી ED સમક્ષ પોતાનું નિવેદન નોંધી રહી છે. નોરા ફતેહીની અગાઉ પણ ED દ્વારા પૂછપરછ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ફતેહીની ચંદ્રશેખર વિશે પૂછપરછ કરવામાં આવી રહી છે.

Trending Entertainment
ED

ઠગ સુકેશ ચંદ્રશેખર દ્વારા 200 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરવાના કેસમાં આરોપી અભિનેત્રી નોરા ફતેહી શુક્રવારે ED સમક્ષ હાજર થઈ હતી. ED સુકેશ ચંદ્રશેખર અને તેના સહયોગીઓ દ્વારા મની લોન્ડરિંગની તપાસ કરી રહી છે.

નોરા ફતેહી ED સમક્ષ પોતાનું નિવેદન નોંધી રહી છે. નોરા ફતેહીની અગાઉ પણ ED દ્વારા પૂછપરછ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ફતેહીની ચંદ્રશેખર વિશે પૂછપરછ કરવામાં આવી રહી છે. તેનું નિવેદન પીએમએલએની કલમો હેઠળ નોંધવામાં આવી રહ્યું છે. નોરા ફતેહી પર ચંદ્રશેખર પાસેથી ભેટ લેવાનો આરોપ છે. આરોપ છે કે ચંદ્રશેખરે આ ઉપહારો છેતરાયેલા પૈસાથી ખરીદી હતી. આ કેસમાં અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ પણ આરોપી છે.

જેલમાં છે ચંદ્રશેખર

EDએ આરોપ લગાવ્યો છે કે ચંદ્રશેખરે ફર્નાન્ડીઝ માટે ભેટ ખરીદવા માટે ગેરકાયદેસર નાણાંનો ઉપયોગ કર્યો હતો. ચંદ્રશેખરે ફોર્ટિસ હેલ્થકેરના ભૂતપૂર્વ પ્રમોટર શિવિન્દર મોહન સિંહની પત્ની અદિતિ સિંઘ સહિતના હાઈ-પ્રોફાઈલ લોકોને છેતરીને આશરે રૂ. 200 કરોડની ઉચાપત કરી હતી. ચંદ્રશેખરની ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તે જેલમાં બંધ છે.

શું છે મામલો?

ઠગ સુકેશ ચંદ્રશેખર વિરુદ્ધ દિલ્હી પોલીસમાં FIR દાખલ કરવામાં આવી હતી. દિલ્હી EOW એ ઓગસ્ટમાં આ FIR પર તપાસ શરૂ કરી હતી. આ કેસમાં EDએ પણ મની લોન્ડરિંગની તપાસ શરૂ કરી હતી. સુકેશ પર રેનબેક્સીના પૂર્વ પ્રમોટર શિવિંદર સિંહ અને માલવિંદર સિંહની પત્નીઓને જેલમાંથી બહાર કાઢવાના બહાને 200 કરોડથી વધુની છેતરપિંડી કરવાનો આરોપ છે. તેની છેતરપિંડીમાં તિહાર જેલના ઘણા અધિકારીઓ પણ સામેલ હતા.

સુકેશ આ તમામને મોટી રકમ આપતો હતો. EDની પૂછપરછમાં આરોપી સુકેશ ચંદ્રશેખરે ખુલાસો કર્યો હતો કે નોરા ફતેહી અને જેકલીન ફર્નાન્ડીઝને લક્ઝરી કાર સહિત ઘણી મોંઘી ગિફ્ટ્સ આપવામાં આવી હતી. 14 ઓક્ટોબર 2021ના રોજ નોરા અને સુકેશને સામસામે બેસીને પૂછપરછ કરવામાં આવી હતી. આ દરમિયાન નોરાએ 1 કરોડથી વધુની કિંમતની લક્ઝરી કાર ગિફ્ટમાં લીધી હોવાની કબૂલાત કરી હતી.

આ પણ વાંચો:ભરૂચના આલિયાબેટના મતદારોએ પ્રથમ વખત ઘરઆંગણે મતદાન કર્યુ, જાણો કેમ?

આ પણ વાંચો:હજુ સમય છે… જાડેજાએ ટ્વીટ કર્યો બાળ ઠાકરેનો વીડિયો

આ પણ વાંચો:પ્રથમ તબક્કામાં 70 મહિલાઓ લડી રહી છે ચૂંટણી, જાણો પહેલા તબક્કા સાથે જોડાયેલી મહત્વની બાબતો