ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્રાફિક પોલીસને લઇને મોટી વાત કરી છે, રાજ્યનાં ગૃહમંત્રીએ ટ્રાફિક પોલીસને ચેતવણી આપીને કહ્યું નિયમો તોડનાર રીઢા ગુનેગાર નથી તેમની સાથે વ્યવાહાર સારો રાખવાના નિર્દેશ પણ આપ્યા છે. સામાન્ય ગુનામાં અમાનવીય વર્તન નહી ચલાવી લેવાય .તેમણે વધુમાં કહ્યું હતું કે પોલીસનો વ્યવહાર નાગરિકો સાથે ખાબ ન હોવો જોઇએ. વાહન ચાલક સાથે ગુનેગાર જેવુ વર્તન ન કરવું જોઇએ.
રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસતંત્રને ધ્યાનમાં લઇને અનેક બાબતો પર ખઉલીને વાત કરી હતી તેમણે ટ્રાફિક પોલીસના વખાણ પણ કર્યા હતા તેમણે કહ્યું કે તડકામાં કામ કરો છો તે ગર્વની વાત છે પરતું અમાનવીય વર્તનની પણ નોંધ લેવાશે. આ સાથે પોલીસની હાંઉસીંગ પોલિસી અંગે પણ વાત કરી હતી અને ટૂંક સમયમાં હાંઉસિંગ પોલિસી પણ રાજ્ય સરકાર બનાવશે.તમામ પોલીસને ઘર મળે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવશે. પોલીસ ગૌરવ પૂર્વક જીવન જીવે તેવા પ્રયાસ કરવામાં આવશે ,સરકાર તેના પર હાલ કામગીરી કરી રહી છે.