પરેશ પરમાર-અમરેલી
સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે પરંતુ અમરેલી જિલ્લાનું એક એવું ગામ કે જ્યાં હજી સુધી કોરોના તો શું તેનો પડછાયો પણ નથી પડ્યો.આ ગામ છે મધદરિયે આવેલું શિયાળ બેટ. જ્યાં એવા તો શું કારણ છે કે હજી સુધી નથી થયો કોરોનાનો પ્રવેશ.
દરિયો પાર કરીને જ્યાં પહોંચાય છે એવું શિયાળ બેટ ગામ.અમરેલી જીલ્લાના રાજુલા વિસ્તારનું આ એક એવું ગામ બન્યુ છે કે જ્યાં કોરોનાનો એક પણ કેસ નથી દેખાયો.આ ગામની 6 હજાર આસપાસની વસ્તી છે તેમજ દરિયાની વચ્ચે આવેલો ટાપુ હોવાથી આ ગામના લોકોએ એક અલગ જ માહોલમાં જીવી રહ્યા છે તો અન્ય લોકો સાથે આ ગામના લોકોનો સંપર્ક પણ ઓછો રહે છે જેથી આ ગામ કોરોનાની મહામારી સામે આજ દિન સુધી કોરોનાની લહેરમાં ટકી રહ્યું છે. કોરોના ન આવવાનું કારણ ગામના સરપંચનું માનીએ તો આ ગામ અન્ય વિસ્તારોથી દુર ટાપુ પર આવેલું છે જેથી અન્ય વિસ્તારોમાં અમારા ગામના લોકોની અવર-જવર ઓછી રહે છે.
તો બીજી તરફ કોરોના સામે સાવચેતી જાળવવી તે પણ જરૂરી છે. શરૂઆતથી જ માસ્ક પહેરવા સોશિયલ ડિસ્ટન્સ જાળવવુ તેના પર પૂરતો ભાર મુક્યો છે.5000 માસ્ક વિતરણ અને સેનેટાઈઝેર પણ લોકોને વિતરણ કરી ઉપયોગ કરવા સલાહ આપી છે.અને બહારથી આવતા લોકોને પણ માસ્ક ફરજીયાત ઉપયોગ કરવા અપીલ કરી તેમજ આરોગ્ય કર્મીઓનો પણ સારો સપોર્ટ મળતા ગામ કોરોના સામે અડગ છે. ન માત્ર તંત્ર પરંતુ ગામ લોકોએ પણ કોરોના સામે સતર્કતા દાખવી છે.સરકારની કોરોનાની તમામ ગાઈડ લાઈનો પાલન કરીને અત્યાર સુધી કોરોનાની લહેરોમાંથી આ ગામ બચતુ રહ્યું છે.અને બિન જરૂરી લોકો બહાર ગામ જવાનું ટાળી રહ્યા છે .બહારથી આવતા લોકો ગામમાં પ્રવેશે તો તેની પૂછપરછ કરાય છે અને માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરાય છે.આ ગામની બજારો પણ નિયમિત સેનેટાઝેશન કરાય છે. ગામના આગેવાનો દ્વારા પણ લોકોને કોરોના સામે ટકી રહેવા આપવામાં આવતી સલાહને પગલે આજદિન સુધી માછીમારી સાથે સંકળાયેલા આ ગામમાં હજી સુધી કોરોના પ્રવેશી શક્યો નથી.
તો અહીંના સ્થાનિક આરોગ્ય વિભાગના અધિકારીનું માનીએ તો.આ ગામના લોકો કોરોના સામે સતર્કતા દાખવવાની સાથે રક્ષણ મેળવવા માટે વેકસીનેશનમાં માટે પણ જાગૃતતા દર્શાવી રહ્યા છે ગામમાં એક પણ કોરોના કેસ ન હોવા છતા પણ ગામના લોકો મોટી સંખ્યામાં વેકસીનેશન કરાવી રહ્યા છે.આ ગામમાં 426 થી વધુ લોકોએ વેકસીનેશન કરાવ્યું છે.અને કોરોનાથી રક્ષણ મેળવવા તેમજ ગામમાં કોરોનાનો પગપેસરો ન થાય તેવા તમામ પગલાંઓ લઈ રહ્યા છે.