રાજીનામુ આપવા પર અડગ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને મનાવવાના તમામ પ્રયત્ન નિષ્ફળ નીવડતા જોવા મળી રહ્યા છે. કોંગ્રેસનાં પ્રમુખપદેથી રાહુલ ગાંધીએ આપેલા રાજીનામા પછી લગભગ 140 કોંગ્રેસીઓએ વિવિધ હોદ્દા પરથી રાજીનામા આપી દીધા છે. છતા પણ રાહુલ પ્રમુખપદ છોડવા માટે મક્કમ છે.
હાલમાં જ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના ટ્વીટ પર પ્રતિક્રિયા આપતા રાહુલે કહ્યુ કે તેઓ પોતાનું રાજીનામુ પાછુ લેશે નહીં. રાહુલને મનાવવા માટે કોંગ્રેસ શાસિત રાજ્યોના તમામ મુખ્યમંત્રી તેમની મુલાકાત લીધી હતી અને રાહુલને પ્રમુખ પદ પર ચાલુ રહેવા અનુરોધ કર્યો હતો. પરંતુ રાહુલ ટસથી મસ ન થતા, રાહુલ ગાંધીને મનાવવા માટે પાર્ટી કાર્યકર્તા કોંગ્રેસ મુખ્યાલયની બહાર ભૂખ હડતાલ પર બેસી ગયા હતા.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.