કાર્યવાહી/ ફાયર સેફ્ટી મુદ્દે સુરત સિવિલની 3 બિલ્ડીંગને નોટિસ, હોસ્પિટલ તંત્રની ગંભીર બેદરકારી આવી સામે

જૂની બિલ્ડીંગ,કિડની બિલ્ડીંગ,કોવિડ હોસ્પિટલ આ તમામ વોર્ડના ICUમાં આગ અવરોધક પડદાની યોગ્ય વ્યવસ્થા કરાઈ નથી સાથે જ બેડશીટ, સિલિંગની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી નોટિસ આપવામાં આવી છે.

Gujarat Surat
3 બિલ્ડીંગને નોટિસ

સુરતમાં ફાયર સેફટી મુદ્દે સુરત સિવિલ હોસ્પિટલની 3 બિલ્ડીંગોને નોટીસ ફટકારવામાં આવી છે.મહત્વનું છે કે ફાયરસેફ્ટી મુદ્દે નવી સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે.જૂની બિલ્ડીંગ,કિડની બિલ્ડીંગ,કોવિડ હોસ્પિટલ આ તમામ વોર્ડના ICUમાં આગ અવરોધક પડદાની યોગ્ય વ્યવસ્થા કરાઈ નથી સાથે જ બેડશીટ, સિલિંગની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી નોટિસ આપવામાં આવી છે.

મહત્વનું છે કે સુરત સિવિલ હોસ્પિટલમાં રોજના બે હજારથી પણ વધુ દર્દીઓ અહીં સારવાર માટે આવે છે.પરંતુ ફાયરને લગતી કોઈ જ સુવિધા અહીં જોવા મળી નથી.જેથી જો કોઈ અનિચ્છનીય ઘટના બને તો તેના માટે જવાબદાર કોણ તે પ્રશ્ન અહીં ઉભો થાય છે. હોસ્પિટલમાં ICUમાં આગ અવરોધક પડદા, બેડશીટની સુવિધા તેમજ સિલિંગ યોગ્ય ન હોવાથી ફાયર વિભાગે નોટિસ ફટકારી છે. નોંધનીય છે કે, આ બિલ્ડિંગમાં દૈનિક 2 હજારથી વધુ લોકો સારવાર અર્થે આવે છે. દર્દીઓની સુરક્ષાને ધ્યાને રાખી ફાયર વિભાગ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ ત્રણેય બિલ્ડિંગને મ્યુનિ.ના ફાયર વિભાગે ફાયર સેફ્ટી મુદ્દે હાલ ફરી નોટિસ આપી છે. મ્યુનિ.ના ફાયર વિભાગના ચીફ ફાયર ઓફિસર બસંત પરીકે જણાવ્યું કે, સિવિલના આઈ.સી.યુમાં આગ અવરોધક પરદા, બેડસીટ, સિલિંગ એટલે કે છત સહિતનું યોગ્ય હોવું જોઈએ. સિવિલની તમામ બિલ્ડિંગમાં એ.સી, વીજળીના ઉપકરણ તથા વેન્ટિલેટર, ફિલ્ટર સહિતના ઇલેક્ટ્રીક સાધનોનું નિયમિત મેઇન્ટેનન્સ કરવાનું હોય છે અને તેનો રિપોર્ટ સિવિલ તંત્રએ ફાયર વિભાગની  રજુ કરવાનો રહેશે. આગ નહી લાગે અને યોગ્ય રીતે સાવચેતી રાખવા માટે સિવિલની ત્રણેય બિલ્ડીંગને નોટિસ આપવામાં આવી છે.

આ પણ વાંચો: રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન, PM મોદી, શાહ અને યોગીએ કર્યું મતદાન

આ પણ વાંચો:બીજેપી નેતા સુલ્તાના ખાન પર તીક્ષ્ણ હથિયારથી હુમલો

આ પણ વાંચો:NDRFના બચાવકર્તાઓની ટીમમાં પ્રથમ વખત મહિલાઓની એન્ટ્રી