Rajkot News/ રાજકોટ મનપાના પૂર્વ TPOને નોટિસ, બંગલામાં ગેરકાયદે બાંધકામ હટાવવા મનપાનો આદેશ

રાજકોટ મનપાના પૂર્વ ટીપીઓ અને TRP અગ્નિકાંડમાં આરોપી બનાવવામાં આવેલા મનસુખ સાગઠિયાની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે.

Gujarat Top Stories Rajkot Breaking News
WhatsApp Image 2024 09 15 at 14.17.43 રાજકોટ મનપાના પૂર્વ TPOને નોટિસ, બંગલામાં ગેરકાયદે બાંધકામ હટાવવા મનપાનો આદેશ

Rajkot News: રાજકોટ મનપાના પૂર્વ ટીપીઓ અને TRP અગ્નિકાંડમાં આરોપી બનાવવામાં આવેલા મનસુખ સાગઠિયાની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાએ સાગઠિયાને નોટિસ મોકલી છે. જેમાં અનામિકા સોસાયટીમાં બંગલામાં માર્જિનની જગ્યામાં ગેરકાયદે બાંધકામને દૂર કરવાનો નોટિસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો બાંધકામ દૂર નહીં કરવામાં આવે તો આગામી સમયમાં તંત્ર ગેરકાયદે બાંધકામ દૂર કરશે તેવી પણ ચેતવણી નોટિસમાં આપવામાં આવી છે

રાજકોટ મનપાના પૂર્વ TPO મનસુખ સાગઠિયાનો 300 વારનો બંગલો અનામિકા સોસાયટીમાં બની રહ્યો છે. જેમાં ગેરકાયદે બાંધકામ થતું હોવાના સમાચાર બહાર આવતા કામને અટકાવી દેવામાં આવ્યું હતું. તપાસમાં ખુલાસો થયો હતો કે સાગઠિયાએ બંગલાનો પ્લાન કરાવી દીધો હતો. પરંતુ માર્જીનની જગ્યામાં ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું છે. જેના કારણે ગેરકાયદે બાંધકામ દૂર કરવા માટે મનપાએ કલમ 260(1) મુજબની નોટિસ સાગઠિયાને ફટકારી છે.

મનસુખ સાગઠિયાએ અનામિકા સોસાયટીમાં પ્લાન મંજૂર કરાવીને નવા બંગલાનું બાંધકામ કરાવતા હતા, તપાસમાં સિક્યુરિટી રૂમ સહિત 18 મીટર જેટલું ગેરકાયદે બાંધકામ થયું હોવાનું સામે આવ્યું હતું. જેની ટીપી શાખાના અધિકારીઓએ સ્થળ પર જઈને તપાસ કરી હતી. જેના આધારે ગેરકાયદે બાંધકામ તોડી નાખવા માટે નોટિસ ફટકારી છે.

ઉલ્લેખનીય છે કે મનપાના પૂર્વ TPO સાગઠિયા TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ વિવાદમાં આવ્યા હતા. તેઓની તપાસ કરતા આવક કરતા અનેકગણી વધુ સંપત્તિ હોવાનું સામે આવતા કાર્યવાહી કરવામાં આવી હતી. હાલ તો મનસુખ સાગઠિયા જેલ હવાલે છે. પરંતુ અનામિકા સોસાયટીમાં બની રહેલા બંગલામાં ગેરકાયદે બાંધકામ મામલે મનપાએ નોટિસ ફટકારી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજકોટ TRP અગ્નિકાંડના કેસમાં તત્કાલીન PI વી.એસ.વણઝારાને સસ્પેન્ડ કરાયા

આ પણ વાંચો:રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડમાં બે પૂર્વ મ્યુનિસિપલ કમિશનર બેદાગ

આ પણ વાંચો:રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ મામલો, સાગઠિયાનો જેલમાંથી કબ્જો લેવાયો