Mahesana News/ મહેસાણામાં PMJAYમાં કૌભાંડ કરનારી હોસ્પિટલોને નોટિસ

મહેસાણામાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં છેતરપિંડી કરનાર હોસ્પિટલ સામે સરકારે કડક કાર્યવાહી હાથ ધરી છે. 15 હોસ્પિટલોને નોટિસ પાઠવવામાં આવી છે.

Gujarat Gandhinagar Top Stories Ahmedabad Breaking News
Beginners guide to 2024 11 15T153844.492 મહેસાણામાં PMJAYમાં કૌભાંડ કરનારી હોસ્પિટલોને નોટિસ

Mahesana News: મહેસાણામાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં છેતરપિંડી કરનાર હોસ્પિટલ સામે સરકારે કડક કાર્યવાહી હાથ ધરી છે. 15 હોસ્પિટલોને નોટિસ પાઠવવામાં આવી છે. દર્દીના રિપોર્ટ સહિત પૈસા લેનાર ચાર હોસ્પિટલો પાસેથી 5 ગણો દંડ વસૂલવામાં આવશે. આયુષ્માન કાર્ડ હોવા છતાં લાયન્સ હોસ્પિટલે દર્દી પાસેથી ICU માટે ચાર્જ વસૂલ્યો હતો. પરિણામે, કડીની ભાગ્યોદય જનરલ હોસ્પિટલ પાસેથી 1,10, 410 રૂપિયા અને મહેસાણાની લાયન્સ જનરલ હોસ્પિટલ પાસેથી 65, 435 રૂપિયા દંડ વસૂલવામાં આવશે.

વિસનગરની નૂતન હોસ્પિટલ પાસેથી 45850 અને મહેસાણાની શકુંજ હોસ્પિટલ પાસેથી 57,000 રૂપિયા દંડ વસૂલવામાં આવશે. આ સાથે ટીબી હોસ્પિટલ વિજાપુર, યશ હોસ્પિટલ વિજાપુર, દુર્વા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ વિજાપુર, મા ઉમા હોસ્પિટલ ઊંઝા, પંચશીલ હોસ્પિટલ કડી, વાઈબ્રન્ટ હોસ્પિટલ મહેસાણા, એપલ હાર્ટ હોસ્પિટલ મહેસાણા, શૈશવ હોસ્પિટલ ખેરાલુ, શંકુઝ હોસ્પિટલ મહેસાણા, ક્રિષ્ના હોસ્પિટલને નોટિસ ફટકારવામાં આવી છે. હોસ્પિટલ વિસનગર, કેબી હોસ્પિટલ બહુચરાજી, ગેલેક્સી હાર્ટ હોસ્પિટલ મહેસાણા, ભાગ્યોદય જનરલ હોસ્પિટલ અને સોહમ સર્જીકલ હોસ્પિટલ કડી અને લાયન્સ જનરલ હોસ્પિટલ અને વિસનગરની નૂતન જનરલ હોસ્પિટલને પણ નોટિસ ફટકારવામાં આવી છે.

અમદાવાદની ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ રાજ્ય સરકાર પણ એક્શનમાં આવી છે. મળતી જાણકારી અનુસાર, ગુજરાત સરકારે નિર્ણય લીધો છે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સંલગ્ન હોસ્પિટલો હવેથી રાજ્યમાં મેડિકલ કેમ્પ યોજી શકશે નહીં. અને જો કોઇ હોસ્પિટલ આવી કોઇ પ્રવૃત્તિ કરતી જણાશે તો તેની સામે કડક પગલા લેવામાં આવશે.

રાજ્યના આરોગ્ય વિભાગ હેઠળની તબીબી સેવાઓની શાખાએ જાહેર કરેલા પત્ર અનુસાર આવાં કોઇ મેડિકલ કેમ્પને સરકાર દ્વારા પ્રોત્સાહન અપાતું નથી અને તેમને આવાં કેમ્પ યોજવાના રહેતાં નથી. આરોગ્ય વિભાગના તમામ અધિકારીઓ અને યોજના સાથે સંકળાયેલી હોસ્પિટલોને ઉદ્દેશીને લખાયેલા પત્રમાં જણાવાયું છે કે, આ નિયમને તમામે ગંભીરપણે પાળવાનો રહેશે.

રાજ્યના આરોગ્ય વિભાગના ધ્યાને આવ્યું છે કે, આ યોજના સાથે સંકળાયેલી કેટલીક હોસ્પિટલો દર્દીઓને શોધવા અને તેમના પર ઓપરેશન કરી યોજના હેઠળ સરકાર પાસેથી પૈસા પડાવવાના આશયથી આવા મેડિકલ કેમ્પ યોજે છે અને ગરીબ દર્દીઓને શિકાર બનાવે છે. આ પ્રવૃત્તિ પર નિયંત્રણ લાવવા માટે આ નિયમ લાગુ કરાયો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પોલીસથી બચવા ડો. પ્રશાંતના ધમપછાડા, બિમારીનું નાટક કર્યુ

આ પણ વાંચો: PM-JAY યોજનામાંથી જંગી નફો મેળવવાની ખાનગી હોસ્પિટલોની રમત

આ પણ વાંચો: ખ્યાતિ હોસ્પિટલે ગાંધીનગર જિલ્લાના શેરથા ગામમાં પણ બોરીસણા જેવો જ કાંડ કર્યો