સ્માર્ટસીટી અમદાવાદની શોભા સમાન રીવરફ્ન્ટ પછી હવે સ્માર્ટસીટી સુરત મહાનગરમાં પણ રીવરફ્ન્ટ બનાવવાની દિશામાં ચક્રો ગતિમાન થયા છે. આ અંગે તાપી રીવરફ્ન્ટ પ્રોજેક્ટ હેઠળ ભાઠાથી કોઝ-વે 10 કિલોમીટર રીવરફ્ન્ટ બનાવવા અંગે નીતિ આયોગની ટીમ સમક્ષ સુરત મહાનગરપાલિકા કમિશનર દ્વારા વિડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રેઝન્ટેશન કરવમાં આવ્યું હતું.
- ભાઠાથી કોઝ-વે 10 કિ.મી.રિવરફ્ન્ટ બનાવવા કવાયત
- પ્રોજેક્ટ હેતુ વિશ્વબેંક આપશે આર્થિક સહાય
- આર્થિક બાબતના વિભાગ સમક્ષ પ્રેઝન્ટેશન રજૂ થયું
- ડીપીઆર અને ત્યારબાદ વર્લ્ડ બેંક લોન મેળવાશે
સુરતની સૂરત બદલતું વધુ એક નજરાણું સુરતવાસીઓને આપવાની દિશામાં સુરત મહાનગરપાલિકાએ પ્રયાસ તેજ કર્યા છે. સુરત મહાનગરપાલિકા કમિશનર બંછાનિધી પાનીના માર્ગદર્શન હેઠળ તાપી રીવરફ્ન્ટ પ્રોજેક્ટ હેઠળ ભાઠા થી કોઝ-વે 10 કિલોમીટર રીવરફ્ન્ટ બનાવવામાં આવશે. સુરત કમિશનર બંછાનિધી પાનીના નેતૃત્વની ટીમે ભાઠા – કોઝ-વે રીવરફ્રન્ટ પ્રોજેક્ટનું વિડિયોકોન્ફરન્સના માધ્યમથી નિદર્શન કર્યું હતું. નિતી આયોગની ટીમ આ અંગે કેન્દ્રને અભિપ્રાય આપશે. નિતી આયોગની મંજૂરી મળે ડેવલપમેન્ટ પ્લાન આખરી કરવામાં આવશે. આ પ્રોજેક્ટ વિશ્વ બેંક લોન સહાયિત સંપન્ન કરવાનું આયોજન છે. પ્રથમ તબક્કે 1991 કરોડના અંદાજીત ખર્ચે પ્રોજેક્ટકાર્ય આગળ વધારવાનો નિર્ણય કરવામા આવ્યો છે.
સુરતની સુરત વધારવા રીવરફ્ન્ટ પ્રોજેક્ટ વિશ્વબેંક , કેન્દ્ર અને રાજ્યસરકારના સહયોગથી તૈયાર તો થશે. પરંતુ તેને નિભાવવા શું કરશો ? એવો પ્રશ્ન કેન્દ્રીય નિતી આયોગે સુરત કમિશનરને પૂછ્યો હતો. દરમિયાન કમિશનરે યુઝર ચાર્જીસ લગાવવાનો જવાબ આપ્યો હતો.એટલે કે સુરત રીવરફ્ન્ટની શોભા વધવાની સાથે સુરતવાસીઓએ યુઝર્સ ચાર્જ માટે તૈયાર રહેવું પડશે.
વિધાનસભા ચૂંટણી 2022 / રાજ્યની આદિવાસી બાહુલ્ય ધરાવતી તમામ બેઠકો ઉપર BTP પોતાના ઉમેદવારો ઉભા રાખશે