રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં વડા મોહન ભાગવતે કહ્યું છે કે સંઘનો હવે પછીનો એજન્ડા દેશમાં બે બાળકો માટે કાયદો બનાવવાનો છે. મુરાદાબાદ પહોંચેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં સંચાલક મોહન ભાગવતે જિજ્ઞાસા સત્રમાં ભાગ લીધો હતો અને સ્વયંસેવકોનાં પ્રશ્નોનાં જવાબ આપતા કહ્યું હતું કે, સંઘની આગામી યોજના ભારતમાં બે બાળકો માટે કાયદો બનાવવાની છે.
તેમણે કહ્યું કે સંઘનો આ પ્રકારનો અભિપ્રાય છે પરંતુ નિર્ણય સરકારને આપવો પડશે. વળી, તેમણે રામ મંદિરનાં નિર્માણ અંગે પૂછેલા સવાલ પર કહ્યું કે, આ કેસમાં સંઘની ભૂમિકા માત્ર ટ્રસ્ટ બને ત્યાં સુધી જ છે. આ પછી, સંઘ તેને પોતાનાથી અલગ કરશે. તેમણે કહ્યું હતું કે કાશી-મથુરા ન તો સંઘનાં એજન્ડામાં હતા અને ન હશે. મોહન ભાગવત ચાર દિવસનાં પ્રવાસ પર મુરાદાબાદ પહોંચ્યા છે. આપને જણાવી દઇએ કે, સંઘનાં વડા બન્યા બાદ તેઓ પહેલીવાર મુરાદાબાદ પહોંચ્યા છે.
આ સમયગાળા દરમિયાન, મુરાદાબાદનાં એમઆઈટી ઓડિટોરિયમ ખાતે એક જિજ્ઞાસા સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. નાગરિકતા સુધારો અધિનિયમ અંગે પૂછેલા સવાલ પર તેમણે કહ્યું કે, સીએએ પર પીછે હઠ કરવાનો કોઈ પ્રશ્ન નથી. તેઓ આ મુદ્દે કેન્દ્ર સરકારની સાથે સંપૂર્ણ રીતે છે. વળી તેમણે કહ્યું કે, આર્ટિકલ 370 હટાવવાનો નિર્ણય હોય કે સીએએ લાગુ કરવાનો નિર્ણય, આ બધા જ નિર્ણય પર સંઘ સરકારનાં નિર્ણય સાથે સંપૂર્ણ રીતે ઉભુ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.