કોરોના વાયરસની બીજી લહેર ભારત માટે આપત્તિ સાબિત થઈ છે. દેશમાં કોવિડ દર્દીઓ વધી રહ્યા છે અને હોસ્પિટલોમાં બેડ અને ઓક્સિજનની અછત છે. એવા સમયે કે જ્યારે દેશ ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે, ત્યારે સરકાર તરફથી મજબૂત પ્રયાસો ચાલી રહ્યા છે. ઓક્સિજનને ઓક્સિજન એક્સપ્રેસ દ્વારા જરૂરી સ્થળોએ મોકલવામાં આવી રહી છે. પરંતુ હજી પણ દર્દીઓની સંખ્યામાં સતત વધારો થતો રહે છે.
એક તરફ બોલિવૂડના લોકો પોતાની રીતે લોકોની મદદ કરી રહ્યા છે અને બીજી તરફ અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ પણ ટ્વિટ કરીને ભારતમાં કોરોનાની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે.
પ્રિયંકાએ મંગળવારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને અમેરિકાના સરકારી અધિકારીઓને ભારતને વેક્સિન આપવાની માગ કરી છે. તે ઉપરાંત તેણે એમ પણ કહ્યું છે કે, મારા દેશની સ્થિતિ ઘણી ગંભીર છે. તેણે પોસ્ટ શેર કરતાં લખ્યું, ‘મારું હૃદય દુઃખી થઈ ગયું છે. ભારત કોરોનાથી પીડિત છે અને USએ 550 મિલિયન ( 55 કરોડ) વધારે વેક્સિન ઓર્ડર કરી છે. જો કે, આટલી જરૂર નથી. AstraZenecaને વિશ્વવ્યાપી શેર કરવા માટે POTUS, HCOS, સેક બ્લિંકેન અને જેક સુલિવનનો આભાર. પરંતુ મારા દેશમાં કોરોનાના કારણે સ્થિતિ ઘણી ગંભીર છે. શું તમે ભારતને તાત્કાલિક વેક્સિન શેર કરી શકો છો? #vaxlive.’
પ્રિયંકાની આ પોસ્ટ પર ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ તેણે ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘આ પોસ્ટની જરૂરિયાત 2 અઠવાડિયા પહેલા હતી. તમારે તમારા સાથી દેશવાસીઓ માટે પોસ્ટ કરવા માટે વેક્સ લાઈવ અભિયાનની રાહ ન જોવી જોઈએ.’ એક અન્ય યુઝરે લખ્યું, ‘ગુડ મોર્નિંગ. અમેરિકા પહેલાથી જ વેક્સિન ડેવલપમેન્ટ માટે રૉ મટિરિયલ મોકલવા માટે સંમત થઈ ગયો છે. તેને તમારે આવતીકાલે પોસ્ટ કરવાની જરૂર હતી.’ જ્યારે અન્ય કેટલાક લોકોએ ઈન્ડિયાની સ્થિતિ અંગે બોલવા પર પ્રિયંકાની પ્રશંસા કરી અને પ્રયત્નો માટે તેનો આભાર માન્યો છે.