Gujarat election 2022/ હવે ગુજરાત ચૂંટણી પંચના હવાલે, મંત્રીઓની ગાડી સહિતની સરકારી સુવિધાઓ બંધ

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીનું જાહેરાત થતા ની સાથે જ આચારસંહિતા લાગુ પડી ગઈ છે, જેથી સમગ્ર વહીવટી તંત્ર ચૂંટણી પંચ ના હવાલે થઈ ગયું છે

Top Stories Gujarat
13 3 હવે ગુજરાત ચૂંટણી પંચના હવાલે, મંત્રીઓની ગાડી સહિતની સરકારી સુવિધાઓ બંધ

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીનું જાહેરાત થતા ની સાથે જ આચારસંહિતા લાગુ પડી ગઈ છે, જેથી સમગ્ર વહીવટી તંત્ર ચૂંટણી પંચ ના હવાલે થઈ ગયું છે, સરકાર રખેવાળ થઈ ગઈ છે, મંત્રીઓ,બોર્ડ નિગમ ના ચેરમેન ની ગાડીઓ સહિત ની સરકારી સુવિધાઓ બંધ થઈ, ચૂંટણી પંચ ની મંજૂરી વિના કોઈ નિર્ણય પણ સરકાર લઈ શકશે નહીં

ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત થતા ની સાથે જ સમગ્ર વહીવટી તત્રં ચૂંટણી પંચને હવાલે આવી ગયું છે,અને વર્તમાન સરકાર રખેવાળ સરકાર બની ગઈ, રાજ્યમંત્રી મંડળના સભ્યો બોર્ડ નિગમના ચેરમેન સહિતના લોકોએ તેમની તમામ સરકારી સુવિધાઓ સરકારને પરત કરવાની રહેશે કોઈપણ મહત્વનો નિર્ણય કરવાનો થશે તો ચૂંટણી પંચની મંજૂરી વગર નિર્ણય લઈ શકાશે નહીં.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ ગઇ છે. તેવામાં અત્યારે બપોરે 12 વાગ્યે ઈલેક્શન કમિશનની પ્રેસ કોન્ફરન્સ શરૂ થઈ ગઈ છે. રિપોર્ટ્સ આધારે ગુજરાતમાં 2 તબક્કામાં ચૂંટણીનું આયોજન થઈ શકે છે. અત્યારે ગુજરાતમાં કુલ 4.9 કરોડ મતદારોની સંખ્યા છે. વળી રાજ્યમાં 10 હજાર 460 મતદારોની ઉંમર 100 વર્ષ કે તેથી વધુની છે. ગુજરાતમાં આજે ચૂંટણી પંચે ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. જે મુજબ ગુજરાતમાં 1 ડિસેમ્બરે પ્રથમ અને 5મી ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન યોજાશે