Not Set/ હવે તમે પોતે પણ સુધારી શકશો વેક્સિન સર્ટિફિકેટની ભૂલો, સરકારે આપી સુવિધા, જાણો શું છે સમગ્ર પ્રોસેસ

દેશમાં કોરોના રસીકરણનું કામ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે, ઘણી વખત એવું બને છે કે લાભકર્તાના વેક્સિન સર્ટિફિકેટમાં કોઈ ભૂલ થઈ ગઈ છે,

Top Stories India
A 139 હવે તમે પોતે પણ સુધારી શકશો વેક્સિન સર્ટિફિકેટની ભૂલો, સરકારે આપી સુવિધા, જાણો શું છે સમગ્ર પ્રોસેસ

દેશમાં કોરોના રસીકરણનું કામ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે, ઘણી વખત એવું બને છે કે લાભકર્તાના વેક્સિન સર્ટિફિકેટમાં કોઈ ભૂલ થઈ ગઈ છે, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. આરોગ્ય મંત્રાલયે લાભાર્થીઓ માટેના વેક્સિન સર્ટિફિકેટમાં સુધારો કરવાનો વિકલ્પ ખોલ્યો છે. લાભાર્થીઓ હવે કોવિન પોર્ટલ પરના તેમના COVID-19  વેક્સિન સર્ટિફિકેટમાં ભૂલોને જાતે જ સુધારી શકે છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના અધિક સચિવ વિકાસ શીલે બુધવારે જણાવ્યું હતું કે કોવિડ -19 રસીકરણના પ્રમાણપત્રમાં ભૂલો સુધારવા માટે સરકારે કોવિન પ્લેટફોર્મમાં એક નવી સુવિધા ઉમેરી છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના અધિક સચિવ વિકાસ શીલે કહ્યું કે,  કોવિન વેબસાઇટ દ્વારા આ સુધારા  કરી શકાશે. આરોગ્ય સેતુ એપના ઓફિશયલ ટ્વિટ પર માહિતીઅપાઇ છે, “જો કોવિન રસીકરણના પ્રમાણપત્રોમાં અજાણતાં તમારા નામ, જન્મ તારીખ અને લિંગમાં કોઈ ભૂલો રહી ગઇ  હોય તો કોવિનની વેબસાઇટ પર જાઓ અને આ સંદર્ભમાં તમારી સમસ્યા શેર કરીને આપ જાતે તેને અપડેટ કરીને ભૂલ સુધારી શકો છો.

આ પણ વાંચો : UP માં ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો,જિતિન પ્રસાદ ભાજપમાં જોડાયા

જો તમે રસી મૂકાવી લીધી હોય અને રસી સર્ટિફિકેટમાં કોઈ ભૂલ જતી હોય તો તમે કોવિન પોર્ટલ (cowin.gov.in) પર જઈને તેને સુધારી શકો છો. પોર્ટલ પર રજિસ્ટ્રેશન દરમિયાન થયેલી ભૂલ સુધારીને નવેસરથી નવું સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકો છો.

કોવિડ રસીકરણનું પ્રમાણ પત્ર આપને યાત્રા સમયે ઉપયોગી થઇ શકે છે. આ કારણે સરકારે રસીના પ્રમાણપત્રમાં ભૂલને સુધારવા માટેનું ઓપ્પશન આપીને યુઝ્રર્સને પ્રમાણ પત્ર અપડેટ કરાવની સુવિધા આપી છે.

આ પણ વાંચો :દુબઈનાં પાલ્મ આઇલેન્ડ બાદ હવે આ દેશ સમુદ્રમાં કરોડો ટન માટી નાખી બનાવશે નવુ શહેર

આ માટે તમારે કોવિન પોર્ટલ (cowin.gov.in) પર જવાનું રહેશે અને તમારો મોબાઈલ નંબર નાખીને લોગઈન કરો. લોગ ઈન કર્યા બાદ એકાઉન્ટ ડિટેલની નીચે Raise an Issue પર ક્લિક કરો. મેમ્બરનું નામ સિલેક્ટ કર્યા બાદ Correction in Certificate ને સિલેક્ટ કરો. ત્યારબાદ નીચે નામ, જન્મસ્થળ અને જેન્ડરનું ઓપ્શન આવશે. જ્યાંથી તમે સુધારો કરી શકો છો.

બંને ડોઝ લઇ ચૂકેલા લોકો માટે એપ પર દેખાશે બે લીલી રંગના ડોટ્સ.જે લોકોએ વેક્સિનનનો એક ડોઝ લીધો છો. તેમને વાદળી રંગનો એક ડોટસ દેખાશે, તો બંને ડોઝ લઇ લીધાના 14 દિવસ બાદ તેમના નામ સામે બે ડોટસ દેખાશે.  રસીકરણ માટે  કોવિન એપ પર રજિસ્ટ્રેશન માટે  જે મોબાઇલ નંબરનો ઉપયોગ થયો હોય તે  તેના દ્રારા વેક્સિનનું પ્રમાણ પત્ર અપડેટ કરી શકાશે . રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોવિડ -19ની કુલ 23,90,58,360 ડોઝ આપી દેવાઇ છે.

આ પણ વાંચો :MP નાં પૂર્વ CM કમલનાથની તબિયત લથડી, ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં કરાયા દાખલ