વડોદરા/ MLA મધુ શ્રીવાસ્તવનાં પુત્રનાં ફોર્મ સામે વાંધો, આ માપદંડને લઈને થયો વિવાદ

MLA મધુ શ્રીવાસ્તવનાં પુત્રનાં ફોર્મ સામે વાંધો, આ માપદંડને લઈને થયો વિવાદ

Gujarat Vadodara
corona 25 MLA મધુ શ્રીવાસ્તવનાં પુત્રનાં ફોર્મ સામે વાંધો, આ માપદંડને લઈને થયો વિવાદ

ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય વાતાવરણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજ્યની 6 મહાનગર પાલિકા માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઇ  ગઈ છે. આજ રોજ તારીખ 8 ફેબ્રુઆરીના રોજ ફોર્મ ચકાસણીનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. જેમાં વિવિધ મહાનગરપાલિકાના ઉમેદવારોનાં ફોર્મની ચકાસણી  શરુ થઇ ચુકી છે.

વડોદરા ખાતે ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનાં પુત્રનાં ફોર્મ સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે. વોર્ડ 15 નાં અપક્ષ ઉમેદવાર દીપક શ્રીવાસ્તવના ફોર્મ સામે વાંધો   ઉઠાવવામાં આવ્યો છે. ચૂંટણીમાં 3 સંતાનોનાં માપદંડને લઇને વિવાદ થયો છે. ઉમેદવાર દિપક શ્રીવાસ્તવનું ફોર્મ રદ્દ થઇ શકે છે.

નોધનીય છે કે, વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પોતાના દીકરા દિપક શ્રીવાસ્તવ માટે ભાજપમાંથી વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં ટિકિટ માંગી હતી. જોકે ભાજપે ટીકીટ નહિ આપતા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ થોડા નારાજ દેખાયા હતા. અને જણાવ્યું હતું કે તેમનો પુત્ર દિપક શ્રીવાસ્તવ અત્યાર સુધી બહુમતિથી જીતતો આવ્યો છે. ત્યારે નવા નિયમના કારણે ટિકિટ આપી નાં હતી.  અને ત્યાર બાદ અપક્ષ ઉમેદવારી નોધાવી હતી.


Covid-19 / છેલ્લા 24 કલાકમાં દેશમાં નોધાયા 11831 નવા કેસ, અત્યાર સુધી 58 લાખ લોકોને મુકાઇ કોરોના રસી

Cricket / આ પાંચ દિગ્ગજ ખેલાડી માટે આઈપીએલ 2021 છેલ્લી સીઝન હોઈ શકે છે, જાણો કોણ સામેલ છે

Rajkot / મનપાની ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ફટકો, બે ઉમેદવારનાં ફોર્મ થયા રદ્દ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ