GST વિભાગના અધિકારી : લાલચ બુરી બલા છે. પણ માણસ છે કે પોતાની લાલચ ઉપર ક્યારે કાબુ નથી કરી શકતો. એમાં પણ ખાસ કરીને લાખો રૂપિયાનો પગાર મેળવતા સરકારી અધિકારી પગાર ઉપરાંત ઉપરની કમાણી માટે જાણીતા છે. અને અવાર નવાર ACB ની ટ્રેપ માં પણ ફસાતા હોય છે અને છાપરે ચઢતા હોય છે.
રાજકોટ માં એન્ટી કરપ્શન બ્યૂરોએ સફળ ટ્રેપ ગોઠવી બે અધિકારીઓને ઝડપી પાડ્યા છે. GST વિભાગના 2 અધિકારી લાંચ લેતા ઝડપાયા છે. વેપારી પાસેથી સાડા 3 લાખની લાંચ લેતા કલાસ વન-2 અધિકારી, વર્ગ 3 નો કર્મચારી ઝડપાયા છે. ગાડી ભરેલ માલ જવા દેવા લાંચ માંગી હતી. આ કેસમાં
(૧) વિક્રમ દેવરખીભાઇ કનારા રાજય વેરા અધિકારી, વર્ગ- ર,નાયબ રાજય વેરા કમિશ્નરશ્રીની કચેરી, અન્વેષણ-૧૦, ત્રીજો માળ, બહુમાળી ભવન, રાજકોટ.
(ર) અજય શીવશંકરભાઇ મહેતા, રાજય વેરા નિરીક્ષક, વર્ગ-૩,નાયબ રાજય વેરા કમિશ્નરશ્રીની કચેરી, અન્વેષણ-૧૦, ત્રીજો માળ, બહુમાળી ભવન, રાજકોટ.
(૩) મનસુખલાલ બચુભાઇ હીરપરા ( પ્રજાજન) ને ઝડપી પાડવામાં આવ્યા છે.
ગુનો બન્યા – તા.૧૦.૦૮.૨૦૨૧
લાંચની માંગણીની રકમ- રૂ.૩,૫૦,૦૦૦/-
લાંચની સ્વીકાર્યાની રકમ – રૂ.૩,૫૦,૦૦૦/-
લાંચની રીકવરીની રકમ- રૂ.૩,૫૦,૦૦૦/-
રીયાદીશ્રીની પેઢીનો માલ બે ટ્રકમાં રાજકોટથી બામણબોર જી.આઇ.ડી.સી ખાતે જતો હતો. તે દરમિયાન આરોપી નં(૧) અને (ર)નાએ બંને ટ્રકોને રોકી ટ્રકો સાથે રહેલ માલના બિલ તથા ઇ-વે બિલ ખોટા હોવાનું જણાવી, જી.એસ.ટી.ની કલમ હેઠળ ડીટેઇન કરવાનું કહ્યું હતું. ત્યારે ફરિયાદી એ બીલો સાચા હોવાની જણાવ્યું હતું. અને ત્યારે આરોપીએ કાયદા મુજબ ડીટેઈન ણ કરવા માટે લાંચ ની રકમ ની માંગણી કરી હતી.
પર્દાફાશ / પાકિસ્તાનના આ વરિષ્ઠ પત્રકારે PMઈમરાન ખાન અને સેનાની પોલ ખોલીને કહ્યું….
બેફામ મોંઘવારી ! / શ્રાવણ માસમાં ઉપવાસ બન્યા મોંઘા, બટાટાના ભાવમાં વધારો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું