OIC/ OICના રાજદૂત POK પહોંચ્યા, ભારતે ક્હ્યું આતંરિક મામલો હસ્તક્ષેપ ન કરે

ભારતે ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોર્પોરેશન (OIC)ના રાજદૂતની પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની મુલાકાતનો વિરોધ કર્યો છે

Top Stories India
1111111111111 OICના રાજદૂત POK પહોંચ્યા, ભારતે ક્હ્યું આતંરિક મામલો હસ્તક્ષેપ ન કરે

ભારતે ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોર્પોરેશન (OIC)ના રાજદૂતની પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની મુલાકાતનો વિરોધ કર્યો છે. ગુરુવારે, ભારતે OIC દૂત યુસુફ એલ્ડોબેની PoK મુલાકાતનો વિરોધ કરતા કહ્યું કે આવી મુલાકાતો અમારા આંતરિક મામલામાં દખલ છે. આ મુદ્દે પત્રકારોના પ્રશ્નના જવાબમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું, ‘આ અમારો આંતરિક મામલો છે. મેં અગાઉ પણ કહ્યું હતું કે આવી મુલાકાતોને અમારી આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ તરીકે જોઈએ છીએ.

એક અહેવાલ અનુસાર, OICની એક ઉચ્ચ સ્તરીય ટીમે નિયંત્રણ રેખાની મુલાકાત લીધી હતી. આ લોકોને સરહદની નજીકની વર્તમાન સ્થિતિ વિશે માહિતી આપવામાં આવી હતી.અરિંદમ બાગચીએ કહ્યું કે ભારતે અગાઉ પણ કહ્યું છે કે આ મુદ્દે OICની કોઈ ભૂમિકા નથી. જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશના મુદ્દામાં OICની કોઈ ભૂમિકા નથી જે ભારતનો અભિન્ન ભાગ પણ છે.

ઉલ્લેખનીય છે કે OIC દેશોના સમુહે ગઇકાલે કાશ્મીર મુદ્દે તમામ બાબતે સમર્થન આપવાની વાત કરી હતી અને બુધવારે જે રીત POKની મુલાકાત લીધી હતી તેના લીધેે ભારત સરકારે મુસ્લિમ સંગઠનના દેશોને કહ્યું કે આ ભારતનો આંતરિક મામલો છે તેમાં હસ્તક્ષેપ ન કરો.