મલેશિયાની જોહોર સ્ટેરની રાજકુમારી તુંકૂ તુન અમીનાહ મૈમુનાહ ઇસ્કાંદરિયાહે ડચ મૂળના ડેનિસ મોહમ્મદ અબ્દુલ્લાહ સાથે 14 ઓગસ્ટે લગ્ન કરી લીધા છે. આ લગ્નમાં ખાસ વાત એ છે કે સુલ્તાનનો આ જમાઈ એક પ્રોપર્ટી ડૅવલપમેન્ટ કંપનીમાં નોકરી કરે છે. રાજુકમારી અને ડેનિસની મુલાકા મલેશિયાના એક કેફેમાં લગભગ ત્રણ વર્ષ અગાઉ થઈ હતી. ત્યાર બાદ ડેનિસે ઇસ્લામ સ્વીકાર કરી લીધો હતો.
આ લગ્ન બંને પરિવારના સમર્થન અને આશીર્વાદ સાથે થયા છે. પરિવારોએ પણ પરંપરાગત રિવાજોનુસાર બંનેના લગ્ન કરાવાયા અને જોહોરના મુસ્લિમોની સદીઓ જૂની પરંપરા મુજબ સુલ્તાને પોતાની દિકરી માટે 22.50 રિંગિટ એટલે કે લગભગ 3000 રૂપિયાની માંગ કરી. તુંકૂ તુન સુલ્તાનની એકમાત્ર દીકરી છે અને તેમના છ બાળકોમાં બીજા નંબરે છે. સુલ્તાનની સંપત્તિ અને દબદબો જાણીને ચોંકી જશો.
આવો છે ડેનિસનો પરિવાર
જે સમયે તુંકૂની પોતાના વર્તમાન પતિથી મુલાકાત થઈ ત્યારે પણ ડેનિસ સિંગાપોરમાં ટેમ્પાઈન્સ રોવર્સ ફૂટબૉલ ક્લબના માર્કેટિંગ મેનેજર તરીકે કામ કરતો હતો. 2015માં ઇસ્લામ સ્વીકારીને ડેનિસ વરબાસથી ડેનિસ મોહમ્મદ અબ્દુલ્લાહ બની ગયો હતો. ડેનિસ નેધરલેન્ડના એક નાના શહેરનો છે. પહેલા તે મોડલ અને સેમી-પ્રોફેશનલ ફૂટબોલર પણ રહી ચૂક્યો છે. ડેનિસના પિતા એક ફૂલની દુકાનમાં અને માતા એક કપડાંની દુકાનમાં કામ કરે છે.
સુલ્તાનનો જલવો છે શાનદાર
સુલ્તાનની લાડલીના લગ્ન સંપૂર્ણ શાહી અંદાજમાં થયા અને આ પ્રસંગે તમામ દિગ્ગજ હસ્તીઓએ હાજરી આપી હતી. જોહોરના સુલ્તાન ઇબ્રાહિમ ઇસ્માઈલ ઇબ્ની અલમરહમ સુલ્તાન ઇસ્કાંદર અલ હજ મલેશિયાના સૌથી તાકાતવાર સુલ્તાનોમાંના એક છે. આ ઉપરાંત ત્યાંના તે આર્મીના કર્નલ ઈન ચીફ પણ છે. તેમની પાસે લગભગ 102 અબજ રૂપિયાની મિલકત છે. સુલ્તાનની પોતાની ખુદની આર્મી છે અને જોહોર મલેશિયાનું એકમાત્ર એવું રાજ્ય છે જેની પાસે પ્રાઈવેટ આર્મી છે. એક ટૅલિકૉમ્યુનિકેશન કંપનીના માલિક સુલ્તાન ઇબ્રાહિમની પાસે લગભગ 641 કરોડ રૂપિયાનું એક ગોલ્ડ પ્લેટેડ પ્લેન અને એક આલિશાન ત્રણ માળનું મેન્શન છે જેને તેમણે 4170 લાખ રૂપિયામાં ખરીદ્યું હતું.