આજે સમગ્ર વિશ્વ કોરોનાનાં નવા વેરિઅન્ટ ઓમિક્રોનથી ફફડી ઉઠ્યું છે. ત્યારે સાવચેતીનાં ભાગરૂપે દુનિયાનાં અલગ-અલગ દેશો વિમાનોની અવગ-જવરને બંધ કરી દીધી છે. આજે દુનિયાભરમાં કોરોનાનાં નવા વેરિઅન્ટ (Omicron) એ હાહાકાર મચાવ્યો છે. ત્યારે કોરોનાનાં વૈશ્વિક કેસ વધીને 26.53 કરોડ થઈ ગયા છે અને મૃત્યુઆંક વધીને 52.4 લાખ થઈ ગયા છે. વળી, આ મહામારીને રોકવા માટે રસીકરણની સંખ્યા 8.15 અબજ સુધી પહોંચી ગઈ છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીએ આ માહિતી આપી છે. શનિવારે સવારે તેના નવીનતમ અપડેટમાં, યુનિવર્સિટીનાં સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (CSSE) એ અહેવાલ આપ્યો કે વર્તમાન વૈશ્વિક કેસ, મૃત્યુ અને રસીકરણની સંખ્યા અનુક્રમે 265,365,952 અને 5,248,572, 8,150,856,694 છે. વળી જો ભારતની વાત કરીએ તો અહી કોરોનાનાં કેસમાં ઉતાર-ચઢાવ યથાવત છે.
આ પણ વાંચો – સંકટમાં ગુજરાત / રાજ્યમાં Omicron નાં દર્દીની વાંચો ટ્રાવેલ હિસ્ટ્રી, જામનગર-રાજકોટ બાદ શું અમદાવાદમાં હશે એન્ટ્રી?
સરકાર કોરોના વાયરસનાં નવા ઓમિક્રોન વેરિઅન્ટને લઈને ચિંતિત છે અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ પર નિયંત્રણો લાદવામાં આવી રહ્યા છે. જો કે, સારી વાત એ છે કે દેશમાં કોરોનાનો ગ્રાફ સતત ઘટી રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયનાં જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 8895 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન 6918 લોકો સાજા થયા છે. મંત્રાલયનાં જણાવ્યા અનુસાર, દેશમાં હાલમાં 99,155 કેસ સક્રિય છે જ્યારે 3 કરોડ 40 લાખ 60 હજાર 774 લોકોને રજા આપવામાં આવી છે. વળી, મૃત્યુઆંક વધીને 4 લાખ 73 હજાર 326 થઈ ગયો છે. મંત્રાલયનાં જણાવ્યા અનુસાર, નવા કેસ મળ્યા બાદ સક્રિય કેસોમાં 819 કેસનો ઘટાડો નોંધાયો છે. દરમિયાન, શનિવારે, એક જ દિવસમાં કોવિડ 19 ની એક કરોડથી વધુ રસી આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં રસીનાં 127.5 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. દક્ષિણ આફ્રિકામાં નવો વેરિઅન્ટ આવ્યા બાદ દેશમાં રસીકરણની ગતિ એક અઠવાડિયા કરતાં વધુ સમયથી વધી છે. આ વેરિઅન્ટને WHO દ્વારા ‘ચિંતાજનક’ ગણાવવામાં આવેલ છે. શનિવારે દેશમાં 1 કરોડ 4 લાખ 18 હજાર 707 ડોઝ આપવામાં આવ્યા હતા.
https://twitter.com/AHindinews/status/1467347938934358017?s=20
આ પણ વાંચો – સાવધાન! / ભારતમાં ઓમિક્રોનને લઇને ત્રીજી લહેરની આશંકા, વૈજ્ઞાનિકોએ કર્યો દાવો
નોંધપાત્ર રીતે, ભારતમાં કોરોના વાયરસનાં નવા વેરિઅન્ટ ઓમિક્રોનનાં અત્યાર સુધીમાં ચાર કેસ નોંધાયા છે. દરમિયાન, દિલ્હીની લોકનાયક હોસ્પિટલમાંથી 4 દિવસ પહેલા દાખલ કરાયેલા શંકાસ્પદ દર્દીઓનો રિપોર્ટ આજે આવી શકે છે. દિલ્હીમાં દાખલ દર્દીઓને પણ કોરોના સંક્રમિત થવાની આશંકા છે. જીનોમ સિક્વન્સિંગના રિપોર્ટથી સ્પષ્ટ થશે કે દર્દીઓમાં ઓમિક્રોન વાયરસની સ્થિતિ શું છે.