Indian Economy/ અર્થતંત્ર મજબૂતી સાથે વધારાના માર્ગ પર..જાણો શું કહ્યું નાણાંમંત્રીએ

સીતારામને કહ્યું કે ભારતીય શેરબજારમાં વિશ્વાસ વધ્યો છે કારણ કે છૂટક અને નાના રોકાણકારો આતુરતાથી શેરબજારમાં નાણાંનું રોકાણ કરી રહ્યા છે

Top Stories
nn અર્થતંત્ર મજબૂતી સાથે વધારાના માર્ગ પર..જાણો શું કહ્યું નાણાંમંત્રીએ

દેશનું અર્થતંત્ર પુન: સ્થાપીત થવાના માર્ગ પર છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે  કહ્યું કે જીએસટીમાં વધારો અને ડાયરેક્ટ ટેક્સ કલેક્શનના કારણે અર્થતંત્ર ટોચ પર થવાની સંભાવનાઓને નકારીના શકાય. સીતારામને કહ્યું કે ભારતીય શેરબજારમાં વિશ્વાસ વધ્યો છે કારણ કે છૂટક અને નાના રોકાણકારો આતુરતાથી શેરબજારમાં નાણાંનું રોકાણ કરી રહ્યા છે.

નાણામંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે કરના કિસ્સામાં અર્ધવાર્ષિક લક્ષ્યો પહેલાથી જ પ્રાપ્ત કરી લેવામાં આવ્યા છે. “સરેરાશ જીએસટી કલેક્શન દર મહિને 1.11-1.12 લાખ કરોડની રેન્જમાં છે. કદાચ એવું કહી શકાય કે તે દર મહિને 1.15 લાખ કરોડ રૂપિયાની રેન્જમાં છે. સીતારામને કહ્યું, ‘હું સ્પષ્ટપણે પુન: સ્થાપીતના  સંકેતો જોઈ રહી છું. આ સંકેતો સારા છે, કારણ કે GST (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) અને ડાયરેક્ટ ટેક્સેશનના કિસ્સામાં રેવન્યુ કલેક્શન આજે જે સ્તરે છે તેથી સ્પષ્ટ થાય છે કે, અર્થતંત્ર ટોચ પર જશે.

શેરબજાર સાથે સંબંધિત એક સવાલના જવાબમાં સીતારામને કહ્યું કે બજારની પોતાની સમજ છે કે તે કંપનીઓ સાથે કેવી રીતે વ્યવહાર કરે છે. તેમણે કહ્યું કે લિસ્ટિંગ પ્રક્રિયા અને કંપનીઓના સંબંધિત નિયમોમાં પારદર્શિતા છે.નાણામંત્રીએ કહ્યું, “આજે છૂટક અને નાના રોકાણકારો શેરબજારમાં રસ દાખવી રહ્યા છે અને રોકાણ કરી રહ્યા છે. અગાઉ રિટેલ રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડ દ્વારા રોકાણ કરતા હતા. “હવે તેઓ મ્યુચ્યુઅલ ફંડ મારફતે બજારમાં જ રોકાણ કરી રહ્યા નથી, પરંતુ સીધા શેરબજારમાં ડીમેટ ખાતા દ્વારા પણ રોકાણ કરી રહ્યા છે. એટલે જ, આજે શેરબજારમાં રસ વધ્યો છે અને રોકાણ વધી રહ્યું છે. જે પણ થઈ રહ્યું છે, તે પારદર્શક રીતે થઈ રહ્યું છે.