- જૂની પેન્શન યોજના મુદ્દે શિક્ષકો મેદાને
- શિક્ષકોએ મનાવ્યો કાળો દિવસ
- કાળી પટ્ટી પહેરીને મનાવ્યો બ્લેક ડે
- શૈક્ષણિક કાર્ય પહેલા બે મિનીટ પાળ્યુ મૌન
- શાળા પરિસરમાં બેનર સાથે સુત્રોચાર
સુરતમાં જૂની પેન્શન યોજના મુદ્દે શિક્ષકો મેદાને ઊતર્યા છે.શિક્ષકો અને બિન શૈક્ષણિક કર્મીઓ કાળી પટ્ટી અથવા બ્લેક કપડા પહેરીને બ્લેક ડે મનાવ્યો છે.શિક્ષકો પડતર પ્રશ્નો અને જૂની પેંશન યોજનાના અમલ મુદ્દે આંદોલન કરી રહ્યા છે.રાજ્યના શિક્ષકો સાથે સુરતના શિક્ષકો પણ આજથી આંદોલનમાં જોડાયા છે.શૈક્ષણિક કાર્ય પહેલા શિક્ષકોએ બે મિનીટનુ મૌન પાળ્યુ હતુ. આ સાથે શાળા પરિસરમાં બેનર સાથે સુત્રોચાર કર્યો છે.
છેલ્લા ઘણા સમયથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો જુની પેન્સન યોજના સહિત અનેક પડતર પ્રશ્નોની માગણી કરી રહ્યાં છે. સરકારમાં અનેક વખત રજૂઆત કરવા છતા પણ શિક્ષકોની આ માગણી નો નિકાલ કરવામાં આવતો નથી. જેના કારણે શિક્ષણ સમિતિના મહાનગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સમગ્ર ગુજરાતમાં આજના દિવસે કાળી પટ્ટી ધારણ કરીને કાળા કપડાં પહેરીને વિરોધ પ્રદર્શનની જાહેરાત કરવામાં આવી હતી.
ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં જુની પેન્સન યોજના લાગુ છે તેથી ગુજરાતમાં લાગુ કરવાની માગણી સાથે શિક્ષકોએ આજે શૈક્ષણિક કાર્ય ન બગડે તે રીતે વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી હતી. સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ઉપરાંત માધ્યમિક શાળાના શિક્ષકો દ્વારા ગુજરાત ભરમાં પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, આજે જામનગર શહેરમાં આવેલા સર્કિટ હાઉસ ખાતે શિક્ષકો તથા આરોગ્ય કર્મચારીઓ તેઓના વિવિધ પડતર પ્રશ્નોને લઇને કાળી પટ્ટી બાંધી વિરોધ પ્રદર્શન કરી સૂત્રોચ્ચાર કર્યા હતાં અને તેઓએ જૂની પેન્શન યોજના ફરીથી ચાલુ કરવા અને કર્મચારીઓને સાતમા પગાર પંચનો લાભ મળવા માટે સૂત્રોચ્ચાર કર્યા હતાં. જામનગર શહેર ઉપરાંત જિલ્લા કક્ષાએ પણ શિક્ષકો દ્વારા પડતર પ્રશ્નોના તાત્કાલિક નિરાકરણ માટે કાળી પટ્ટી બાંધી વિરોધ પ્રદર્શન અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતાં. વર્ષોથી પડતર રહેલા પ્રશ્નો અંગે સરકાર તાત્કાલિક નિર્ણય કરી નિરાકરણ કરે તેવી માંગણી કરવામાં આવી હતી.
આ પણ વાંચો :રાહુલ ગાંધી 6 એપ્રિલે આવશે ગુજરાતના પ્રવાસે, ગાંધી સંદેશ યાત્રાનો કરાવશે આરંભ
આ પણ વાંચો : વેરાવળમાં ગેરકાયદે બાંધકામનું રિપોર્ટિંગ કરનાર પત્રકાર ઉપર બિલ્ડરે કર્યો હુમલો
આ પણ વાંચો : લોકો પોલીસ અને વનવિભાગને જોઇ સિંહ દિવાલ પર કલાકો સુધી બેસી રહ્યો
આ પણ વાંચો :અરજદારે મસ્જિદના લાઉડસ્પીકર પર પ્રતિબંધની માંગ કરતી અરજી પાછી ખેંચવાનો કર્યો નિર્ણય