સંજય મહંત,સુરત@મંતવ્ય ન્યૂઝ
કોરોના હજી ગયો નથી ત્યાં તો ચૌટા બજાર અને તેની આજુબાજુના વિસ્તારોમાં ભરાતા બજારો ગ્રાહકોથી ઉભરાઈ રહ્યાં છે.માસ્ક વગર, સોશિયલ ડિસ્ટન્સના અભાવ વચ્ચે ભરાતા બજારો આગામી દિવસોમાં સુપર સ્પ્રેડરનું ઉદાહરણ બની શકે છે. જોકે હાલ આ વિસ્તારમાં રહેતા લોકો માટે આડેધડ ઉભા કરી દેવાતા વાહનોની સમસ્યા એક મોટું કારણ બની ગઈ છે.
જેને કારણે કેટલાક રહિશોએ આખરે અહિંયા વાહનો પાર્ક કરવા અને નો પાર્કિગના બોર્ડ મારવાની સાથે જો વાહનો પાર્ક કર્યા તો હવા નીકળી જશે. એવા શબ્દોમાં કડક સૂચનાઓ લખીને લોકોને એલર્ટ કરવાનો પ્રયાસ કર્યો છે.બપોરે 3 વાગ્યા સુધી ચાલુ રાખવાના નિયમને કારણે ચોંટા બજારમાં દિવાળીના દિવસોમાં હોય એવો માહોલ જોવા મળી રહ્યો છે.
સમયમાં બજારમાં આવતા ગ્રાહકોને કારણે આસપાસના રહેવાસીમાં સંક્રમણનો ભય સતાવી રહ્યો છે. સાથે સાથે પાર્કિગ એક મોટી સમસ્યા બની ગઈ છે. લોકો આડેધડ પોતાના વાહનો જ્યાં ત્યાં પાર્ક કરી દેતા હોવાને કારણે સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. દબાણ ની ઓનલાઈન ફરિયાદો કરવા છતાં મનપાના અધિકારીઓ કોવિડની કામગીરીનું બહાનું કાઢી ફરિયાદો ક્લોઝ કરાવી દેતા હોવાના આક્ષેપ કરયા છે.