આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (International Women’s Day) પર ક્રિકેટ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ખૂબ જ ખાસ રીતે મહિલા દિવસની શુભેચ્છા પાઠવી છે. વિરાટ કોહલીએ પોતાની પુત્રી વામિકા અને પત્ની અનુષ્કા શર્માની એક તસવીર શેર કરી છે, જેમાં અનુષ્કા પોતાની પુત્રીને ખોળામાં રમાડતી જોવા મળી રહી છે. વિરાટ કોહલીએ આ સુંદર તસવીર સાથે એક પોસ્ટ પણ લખી છે જે વાયરલ થઈ રહી છે. વિરાટે પોસ્ટમાં લખ્યું છે કે તેના બાળકને જોવાનો સૌથી આનંદદાયક અનુભવ છે.
વિરાટ કોહલીએ લખ્યું કે, ‘બાળકના જન્મનો એક અલગ જ અનુભવ છે. તે ખૂબ જ શાનદાર છે, આ વાતની સાક્ષી હોવાને કારણે, તમે સરળતાથી સ્ત્રીઓની શક્તિ અને દિવ્યતાને સમજી શકો છો અને જાણો છો કે ભગવાન સ્ત્રીઓની અંદર જ નવું જીવન આપે છે. આ કારણ છે કે પુરુષો કરતાં સ્ત્રીઓ વધુ શક્તિશાળી હોય છે. મારા જીવનની ખૂબ જ સુંદર અને સશક્ત મહિલાને વુમન ડેની શુભકામનાઓ. તે મોટી થઇ રહી છે, સાથે જ મહિલા દિવસ પર વિશ્વની તમામ મહિલાઓને અભિનંદન. ‘
કરીના કપૂર ખાને બતાવી તેમના પુત્રની પહેલી ઝલક, જુઓ તસવીર
View this post on Instagram
વિરાટ કોહલી દ્વારા શેર કરેલી આ તસવીરને થોડા સમયમાં લાખો લાઇક્સ મળી છે. અનુષ્કા શર્માએ 11 જાન્યુઆરી 2021 ના રોજ પુત્રી વામિકાને જન્મ આપ્યો હતો. આ પહેલા પણ વિરાટ અને અનુષ્કાએ તેમની તસવીરો પુત્રી સાથે શેર કરી છે. જો કે આ તસવીરમાં હજી સુધી વામિકાનો ચહેરો દેખાઈ શક્યો નથી.
મહેશબાબુએ પોતાને ગિફ્ટ કરી આટલા કરોડની વેનિટી વેન, જુઓ તેનો લૂક
View this post on Instagram
અનુષ્કા શર્માની કારકિર્દીની વાત કરીએ તો અનુષ્કાએ શાહરૂખ ખાન સાથેની ફિલ્મ ‘રબ ને બના દી જોડી’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યુ હતુ. બાદમાં અનુષ્કા શર્માએ ઘણી હિટ ફિલ્મો આપી છે. અનુષ્કા છેલ્લે શાહરૂખ ખાન સાથેની ફિલ્મ ઝીરોમાં જોવા મળી હતી.