Politics/ શહીદ દિવસ પર એકવાર ફરી રાહુલ ગાંધીએ સરકાર પર કર્યો તીખો કટાક્ષ

આજે સમગ્ર દેશ શહીદ દિવસ પર અંગ્રેજો સામે લડીને વીર ગતિ પ્રાપ્ત કરનાર ભાગતસિંહ, સુખદેવ અને રાજગુરુને નમન કરી રહ્યો છે. આ દિવસે(23 માર્ચ) આ ત્રણ સ્વાતંત્ર સેનાનીઓને અંગ્રેજોએ ફાંસીએ ચઢાવી દીધા હતા.

Top Stories India
cricket 62 શહીદ દિવસ પર એકવાર ફરી રાહુલ ગાંધીએ સરકાર પર કર્યો તીખો કટાક્ષ

આજે સમગ્ર દેશ શહીદ દિવસ પર અંગ્રેજો સામે લડીને વીર ગતિ પ્રાપ્ત કરનાર ભાગતસિંહ, સુખદેવ અને રાજગુરુને નમન કરી રહ્યો છે. આ દિવસે(23 માર્ચ) આ ત્રણ સ્વાતંત્ર સેનાનીઓને અંગ્રેજોએ ફાંસીએ ચઢાવી દીધા હતા. એક તરફ દેશ આ શહીદોને નમન કરી રહ્યો છે, તો બીજી તરફ કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ અને નેતા રાહુલ ગાંધીએ આજનાં દિવસને યાદ કરતા મોદી સરકાર પર નિશાન સાંધ્યુ છે.

ગુજરાત: અમદાવાદ AMTS નું વર્ષ 2021-22 નું જાણો કેટલા કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું?

શહીદ દિન નિમિત્તે કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા ટ્વીટ કર્યું છે કે, “બલિદાન-સરહદ પર સૈનિકનું, દિલ્હી બોર્ડર પર ખેડૂનુંત, કેન્દ્ર સરકાર જવાબ આપે, તેમની શહાદતનાં અપમાનનો!” #ShaheedDiwas. આપને જણાવી દઈએ કે, છેલ્લા 3 મહિનાથી ખેડૂતો દિલ્હીની ત્રણ બોર્ડરો પર આંદોલન કરી રહ્યા છે. સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે ખેડૂતોની માંગને લઇને હજુ સુધી કોઈ સર્વસંમતિ થઈ નથી. દરમિયાન, 26 માર્ચે ખેડૂતોએ ફરીથી ભારત બંધનું આહવાન કર્યું છે. આ ખેડૂતોનું આંદોલન સિંઘુ, ગાઝીપુર અને દિલ્હીની ટીકરી બોર્ડરની સરહદો પર ચાલુ છે.

કોરોનાનો કહેર: સુરતમાં લોકડાઉનની અફવાથી ડરી ગયેલા મજૂરો ડબલ ભાડું આપી કરી રહ્યા છે પલાયન

ખેડૂત આંદોલનની વચ્ચે આજે દેશ શહાદત દિવસની ઉજવણી કરી રહ્યો છે. વર્ષ 1931 નાં આ દિવસે બ્રિટીશ શાસનને શહીદ-એ-આઝમ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસી આપી હતી. શહાદત દિન નિમિત્તે ખેડૂત આંદોલન સ્થળોએ મોટી સંખ્યામાં યુવાનો જોવા મળ્યા છે. ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધી આ પહેલીવાર નહી, પણ ઘણીવાર સરકારની નીતિઓનાં વિરોધમાં અવાજ ઉઠાવતા રહ્યા છે. ખાસ કરીને હાલમાં ચાલતા ખેડૂત આંદોલનને લઇને રાહુલ ગાંધી ઉપરાંત દેશ વિદેશથી પણ ઘણા લોકોએ સીધી કે આડકતરી રીતે મોદી સરકારનો વિરોધ કર્યો હતો.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ