Surat News : સુરતમાં લગ્નના એક દિવસ પહેલા વરરાજા અને તેના સંબંધીઓને જેલની હવા ખાવાનો વારો આવ્યો હતો. આ બનાવની વિગત મુજબ યુવકનો લગ્નપ્રસંગ હોવાથી તેમણે હોલ બુક કરાવ્યો હતો. દરમિયાન વરરાજા અને તેના સંબંધીઓ હોલમાં જુગાર રમી રહ્યા હતા. આ અંગે પોલીસને માહિતી મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.
જેમાં વરરાજાઅને તેના સંબંધીઓ જુગાર રમતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. વરરાજા નવાઝ શરીફ કાગડાના આવતીકાલે લગ્ન હતા. પરંતુ રાંદેર વિસ્તારમાં આવેલા ટુંબી હોલમાં તેઓ જુગાર રમી રહ્યા હતા. જેની માહિતી મળતા રાંદેર પોલીસે સવારે પાંચ વાગ્યે ટુંબી હોલમાં રેડ પાડી હતી. જેમાં પોલીસે વરરાજા સહિત 13 જણાની ધરપકડ કરી હતી.
જોકે વરરાજા અને તેના ભાઈને લગ્નપ્રસંગ હોવાથી પોલીસે જામીન આપ્યા હતા. પોલીસે રેડ દરમિયાન બે લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો.