અમદાવાદ/ સોલા સિવિલ હોસ્પિટલમાંથી એક દિવસના નવજાતનું અપહરણ, ઘટનાને લઈ મચ્યો ચકચાર

હોસ્પિટલના ત્રીજા માળે આવેલા PNC વોર્ડમાંથી કોઈ અજાણી વ્યક્તિ દ્વારા એક દિવસની નવજાત બાળકીનું અપહરણ કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે….

Top Stories Ahmedabad Gujarat
અપહરણ

અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાંથી નવજાત બાળકીનું અપહરણ થયાની ઘટના સામે આવી છે. હોસ્પિટલના ત્રીજા માળે આવેલા PNC વોર્ડમાંથી કોઈ અજાણી વ્યક્તિ દ્વારા એક દિવસની નવજાત બાળકીનું અપહરણ કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. ત્યારે આ બાબત ધ્યાને આવતા સોલા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :પ્રાંતિજના ગેડ પાસે મટકી ફોડવાને લઈને એક જ સમાજના બે જુથ્થો વચ્ચે પથ્થરમારો

મળતી માહિતી અનુસાર, અમદાવાદના સેટેલાઇટના આંબાવાડીમાં પટેલ ચાલી રાજીવ નગર વિભાગ 1 મહેતા સરસ્વતીબેન રાજેન્દ્રભાઈ પાસી સોલા સિવિલ હોસ્પીટલમાં ડીલીવરી માટે દાખલ થયા હતા દરમિયાન તેમણે 31 ઓગસ્ટના રોજ બાળકીને જન્મ આપ્યો હતો દરમિયાન સોલા સિવિલ હોસ્પિટલના પીએનસીમાંથી કોઈ અજાણ્યો શખ્શ તેમની એક દિવસની બાળકીનું અપહરણ કરી ગયો હતો. આ વાતની જાણ થતાં જ હોસ્પિટલમાં ભાગદોડ મચી ગઈ હતી. પોલીસે પણ માસુમ બાળકીને શોધવા પ્રયાસો હાથ ધર્યાં છે. હોસ્પિટલમાં પણ અલગ અલગ જગ્યાના CCTV ચેક કરવામાં આવી રહ્યાં છે.

આ પણ વાંચો :હિમતનગરના ઇલોલ ગામની પ્રાથમિક શાળા નં.૨ ને મર્જ કરવાના નિર્ણય સામે ગ્રામજનોમાં રોષ

હોસ્પિટલના વોર્ડમાંથી બાળકીનું અપહરણ થતાં હોસ્પિટલમાં સિક્યુરિટી અને બાળકોની સલામતિ સામે સવાલો ઉભા થયાં છે. અહીં પ્રશ્ન એ થાય છે કે, આખરે 1 દિવસની આ બાળકીનું અપહરણ કરનાર શખ્સ કોણ હશે? શા માટે આ અજાણી વ્યક્તિએ 1 દિવસની બાળકીનું અપહરણ કર્યું હશે? શું કોઇ અંગત અદાવતના કારણે કોઇએ આવું કૃત્ય કર્યું હશે? જેને લઇને અનેક સવાલ અહીં ઊભા થાય છે.

આ પણ વાંચો :સુરતમાં અંગ્રેજીની પરીક્ષાથી બચવા એક વિદ્યાર્થીનીએ કર્યું એવું કે, તે જાણીને તમે

હાલમાં પોલીસને આ વાતની જાણ થતાં પોલીસે બાળકીના ફોટો વહેતા કરીને તેને શોધવા માટે ખાસ ટીમ બનાવી છે. તે ઉપરાંત હોસ્પિટલમાં પણ અલગ અલગ જગ્યાએ લગાવવામાં આવેલા CCTV કેમેરા દ્વારા બાળકીને લઈ જનારને શોધવા માટે વિગતો મંગાવવામાં આવી છે. પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈને બાળકીની શોધખોળ શરુ કરી છે.

આ પણ વાંચો : સુરતમાં મુસાફર ભરેલી રીક્ષાનો ચાલક રસ્તા પર જ ઢળી પડ્યો, થયું મોત

આ પણ વાંચો :પંકજ કુમારની મુખ્ય સચિવ પદે વરણી,રાજીવકુમાર ગુપ્તાને ACS,ગૃહનો વધારાનો હવાલો