Gujarat Rain News/ ગુજરાતના 105 તાલુકામાં એક ઇંચ વરસાદ નોંધાયો

ગુજરાતના 105 તાલુકામાં એક ઇંચ કે તેથી વધુ વરસાદ નોંધાઈ ગયો છે. બીજા શબ્દોમાં કહીએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વધુ પડતો વરસાદ છે. બીજી બાજુએ મધ્ય ગુજરાતમાં મધ્યમ તો ઉત્તર ગુજરાતમાં વરસાદની ઘટ છે.

Gujarat Gandhinagar Top Stories Breaking News
Beginners guide to 34 2 ગુજરાતના 105 તાલુકામાં એક ઇંચ વરસાદ નોંધાયો

Gandhinagar News: ગુજરાતના 105 તાલુકામાં એક ઇંચ કે તેથી વધુ વરસાદ નોંધાઈ ગયો છે. બીજા શબ્દોમાં કહીએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વધુ પડતો વરસાદ છે. બીજી બાજુએ મધ્ય ગુજરાતમાં મધ્યમ તો ઉત્તર ગુજરાતમાં વરસાદની ઘટ છે.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. પોરબંદરમાં 24 કલાકમાં 26 ઇંચ વરસાદ તૂટી પડ્યો હતો. દ્વારકામાં માત્ર બે કલાકમાં 10 ઇંચ વરસાદ પડતા યાત્રાધામમાં ઠેરઠેર પાણી ભરાયા હતા. બીજી તરફ વલસાડમાં 6.5 ઇંચ તો ઉમરગામમાં 8 ઇંચ વરસાદ પડ્યો હતો. જામનગર અને દેવભૂમિ દ્વારકાનાં કલ્યાણપુરમાં મોડી રાત્રે ધોધમાર પાંચ ઇંચ સાથે રાત્રી સુધીમાં સાડા તેર ઇંચ પાણી વરસી ગયું હતુ. જયારે દ્વારકામાં સવારથી હળવા વરસાદ બાદ સાંજે ચાર વાગ્યે મેઘરાજા રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા બે કલાકમાં જ દશેક ઇંચ પાણી ઠાલવી દેતા સ્થળ ત્યાં જળની સ્થિતિ જોવા મળી હતી.જયારે ખંભાળીયામાં ધોધમાર સાડા છ ઇંચ વરસાદ પડયો હતો.ભાણવડમાં સાડા ત્રણ ઇંચ પાણી વરસ્યુ હતુ. દેવભૂમિમાં ભારે વરસાદના કારણે તમામ ડેમોમાં નવા નીર આવ્યા હતા.

રાહત કમિશનર આલોક પાંડેએ વરસાદની વિગતો આપી હતી. પાંડેએ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં પડેલ વરસાદની વિગતો આપતાં કહ્યું કે, પોરબંદર જિલ્લામાં ૩૦૧ મી.મી., દેવભૂમિ દ્વારકામાં જિલ્લામાં 227 મી.મી., જુનાગઢ જિલ્લામાં 176 મી.મી., વલસાડ જિલ્લામાં ૧૯૫ મી.મી., જામનગર જિલ્લામાં 86 મી.મી., ગીર સોમનાથ જિલ્લામાં 65 મી.મી., રાજકોટ જિલ્લામાં 46 મી.મી., નવસારી જિલ્લામાં 41 મી.મી. વરસાદ તથા અન્ય જિલ્લાઓમાં 1 ઈંચથી ઓછો વરસાદ વરસ્યો છે.

રાજ્યમાં સાંજના છ કલાક સુધીમાં સરેરાશ 328.44 મી.મી. વરસાદ વરસ્યો છે. જે સરેરાશ વરસાદની સામે ૩૭.૨૦ ટકા જેટલો થાય છે. રાજ્યના ૨૦૬ જળાશયો પૈકી હાઈ એલર્ટ પર 13 એલર્ટ પર 11 અને વોર્નિંગ પર 16 જળાશયો છે. રાજ્યના 206 જળાશયોમાં કુલ સંગ્રહ 2,05,122 એમ.સી.એફ.ટી છે. જે કુલ સંગ્રહ ક્ષમતાનો 36.62 ટકા જેટલો છે. સરદાર સરોવરમાં 1,83,532 એમ.સી.એફ.ટી જેટલો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 54.94 ટકા જેટલો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પોરબંદરમાં જળબંબાકાર જેવી સ્થિતિ વચ્ચે દિલધડક રેસ્ક્યૂ

આ પણ વાંચો: નાંદોદની ત્રણ દૂધ ઉત્પાદક મંડળીઓના કૌભાંડની તપાસમાં ભીનું સંકેલાયાની શંકા

આ પણ વાંચો: સર્વર ઠપ થતા અમદાવાદ એરપોર્ટની અન્ય મેટ્રો શહેર સાથે કનેક્ટિવિટી ઠપ