શ્રીનગરના નવાકદલ વિસ્તારમાં આતંકવાદીઓએ પોલીસ પાર્ટી પર હુમલો કર્યો છે. જેમાં એક જવાન ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. આતંકીઓને પકડવા માટે વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસ પાર્ટી આ વિસ્તારમાં એક આતંકીના ઠેકાણા પર દરોડો પાડવા માટે આવી હતી. આ અંગેની માહિતી મળતા જ આતંકીઓએ પોલીસ જવાનો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. અચાનક થયેલા ગોળીબારના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. નવાકદલ વિસ્તારમાં મોટી સંખ્યામાં સુરક્ષા દળો પહોંચી ગયા છે. સમગ્ર વિસ્તારમાં સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે.
A policeman was injured in an exchange of fire during a police raid on a suspected hideout in Jamalata area of Old Srinagar City today: Jammu and Kashmir Police
— ANI (@ANI) November 14, 2021
ઉલ્લેખનીય છે કે શ્રીનગરના નવાકદલ વિસ્તારમાં આતંકવાદીઓએ પોલીસ પાર્ટી પર હુમલો કર્યો. જેમાં એક જવાન ઘાયલ થયો હતો. આતંકીઓને પકડવા માટે વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે.