કરોડો રૂપિયાનો કૌભાંડ કરીને ફરાર થઇ ગયેલા કૌભાંડી ઝહીર રાણાની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. એક કા તીન નામની સ્કીમો ચલાવીને અનેક માસૂમોના મહેનતના રૂપિયા ચાવ કરીને ઝહીર રાણાએ મસમોટો કરોડોનો કૌભાંડ આચર્યો હતો. આ મામલે એલીઝ્બ્રીજ પોલીસ સ્ટેશનમાં ઝહીર રાણા વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી.
જેલમાં બંધ ઝહીર રાણાએ શોએબ બહોરિયા દ્વારા સેશન્સ કોર્ટમાં વચગાળાની જામીન અરજી કરી હતી. ઝહિરના પિતાનું મુંબઈમાં અવસાન થઇ ગયું હોવાથી તેણે 21 દિવસના વચગાળાના જામીન માંગ્યા હતા. આ મામલે સેસન્સ કોર્ટમાં સુનવણી હાથ ધરાતા સરકારી વકીલ વર્ષા બેન રાવે પોતાની દલીલો અને કેસને લાગતા પુરાવા રજૂ કર્યા હતા.
સેશન્સ જજ કે.ટી.રામે સરકારી વકીલ અને બચાવ પક્ષના વકીલની દલીલોને સાંભળ્યા બાદ કેસની પરિસ્થતિ અને આરોપીના પિતાના અવસાન ને ધ્યાને રાખીને 10 દિવસના વચગાળાના જામીનને શરતોને આધીન મંજુર કરવાનો હુકમ જાહેર કર્યો હતો.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…