મહારાષ્ટ્રના થાને જિલ્લામાં બુધવારે બે અલગ અલગ જગ્યાએ વીજળી પડવાના કારણે મોટો અકસ્માત સર્જાયો હતો. જેમાં ઉત્તમનગરમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. અહેવાલ મુજબ મૃતક સગીર છે. વળી 26 લોકો ઘાયલ થયા છે. ઘાયલ થયેલા કેટલાક લોકોની હાલત ગંભીર છે. ઇજાગ્રસ્તોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પાલી નિવાસી નાલીદ સુપ્રીમ ભંડારી બુધવારે સાંજે છ વાગ્યે દરિયો જોવા ગયો હતો, ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. પોલીસે તેનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.
આપને જણાવી દઈએ કે, ગયા અઠવાડિયે મહારાષ્ટ્રનાં થાને સહિતનાં ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો હતો. થાને ઉત્તર કોંકણ સહિત મહારાષ્ટ્રનાં જિલ્લાઓ રેડ એલર્ટ પર હતા. મહારાષ્ટ્રનાં સોલાપુર જિલ્લાનાં પંઢરપુરમાં દિવાલ તૂટી પડવાની ઘટનામાં અગાઉ એક જ પરિવારનાં ચાર લોકો સહિત છ લોકોનાં મોત નીપજ્યાં છે.
મહારાષ્ટ્રનાં સીએમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે, તેમની સરકાર વરસાદથી અસરગ્રસ્તોને ઝડપી સહાય આપવા માટે પ્રતિબદ્ધ છે. બુધવારે (21 ઓક્ટોબર) મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે તેમની સરકાર વહેલી તકે રાજ્યમાં ભારે વરસાદ અને પૂરથી પ્રભાવિત લોકોના જીવનને સામાન્ય બનાવવાનો પ્રયાસ કરી રહી છે.સીએમ ઉદ્ધવ ઠાકરે બુધવારે મરાઠાવાડા જિલ્લાના ભાગોની મુલાકાત લીધી હતી. દરમિયાન, સીએમ ઠાકરેએ કહ્યું હતું કે અસરગ્રસ્ત લોકોને આપવામાં આવેલી રાહત અંગે નિર્ણય લેવા રાજ્ય કેબિનેટ ગુરુવારે (22 ઓક્ટોબર) બેઠક કરશે.