Banaskantha News: બનાસકાંઠામાં શિક્ષણમાં પોલમપોલની સ્થિતિ જોવા મળી છે. જેમાં શિક્ષિકા મફતમાં વિદેશમાં રહીને પગાર પચાવી રહી છે. જી હા ત્યારે અંબાજી બાદ સરહદી વિસ્તારમાં પણ આવાજ એક શિક્ષકની ઘટના સામે આવી છે. થરાદની પ્રા. શાળા માં દર્શન ભાઈ નામનો શિક્ષક બે વર્ષ થી ગેરહાજર છે જેના કારણે બાળકોના શિક્ષણ પર ખુબ અસર પડી છે. આ શિક્ષક શાળામાં કોઈ પણ પ્રકારની રજા મંજુર કરાવ્યા વગર બે વર્ષથી ગેરહાજર છે.માહિતી અનુસાર આ શિક્ષક હાલ કેનેડા રહે છે. જાણકારી અનુસાર આ પ્રા.શાળાના શિક્ષક ભરતભાઈએ થોડા સમય પહેલા વોટ્સએપ કોલ પર વાત કરી હતી. જેમાં દર્શન ભાઈએ તેમને કહ્યું હતું કે હું કેનેડા છુ અને હવે હું અહીજ રહેવાનો છુ હું શાળામાં આવવાનો નથી તમારે જે કાર્યવાહી કરવી હોય તે કરી શકો છો.
આ ઉપરાંત તેમને રાજીનામું આપવા કહેવાયું તો તેમને રાજીનામું પણ મુક્યું ન હતું. અને પોતાનો મોબાઈલ સ્વીચ ઓફ કરી દીધો હતો. શિક્ષક ભરતભાઈએ તાલુકા શિક્ષણ શાખા અને જીલ્લા શિક્ષણ શાખામાં રજૂઆત કરી છે. છતાં પરિણામ શુન્ય આવ્યું છે. તેમજ શાળા અને SMC દ્રારા વારંવાર જાણ કરવા છતાં કોઈ પગલા લેવાયા નથી.ત્યારે જાણે શિક્ષણ વિભાગ પોતે બાળકોના ભવિષ્ય સાથે ખિલવાડ કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.ત્યારે શિક્ષિકા બાદ શિક્ષકનો આવો કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. રાજ્યમાં આવતો કેટલાય ભૂતિયા શિક્ષકો સીધાજ સરકારી પગાર લઈને સરકાર તેમજ વિધાર્થીઓને ઊઠા ભણાવે છે.
થોડા સમય પહેલા આવીજ એક ઘટના બનાસકાંઠા જિલ્લામાંથી સામે આવી હતી.ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં પાંચા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષિકાની વર્ષોથી અમેરિકાના શિકાગો ખાતે રહેવા ગઈ છે. આ હોવા છતાં, તે સત્તાવાર રીતે શાળામાં કામ કરી રહી છે અને પગાર લઈ રહી છે. તે જ સમયે, વાલીઓ અને શાળાના અન્ય શિક્ષકો તરફથી આ અંગે ફરિયાદો કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.
બનાસકાંઠાના અંબાજીની પાંચા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષિકા ભાવનાબેન અમેરિકાનું ગ્રીન કાર્ડ ધરાવે છે. ભાવનાબેન પટેલ છેલ્લા 8 વર્ષથી અમેરિકાના શિકાગો ખાતે શિફ્ટ થયા છે. આમ છતાં અંબાજીની શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ભાવનાબેન પટેલનું નામ ચાલી રહ્યું છે. સાથે જ તેમનો પગાર પણ વિભાગ દ્વારા ચૂકવવામાં આવી રહ્યો છે.
ભાવનાબેન પટેલ દિવાળીની રજાઓમાં વર્ષમાં એકવાર ગુજરાત આવે છે. આ સમયગાળા દરમિયાન શાળાઓ બંધ છે. આવી સ્થિતિમાં તેઓએ ન તો બાળકોને ભણાવવાના હોય છે અને ન તો શાળાએ જવાનું હોય છે. માતા-પિતા અને ઈન્ચાર્જ આચાર્યએ સત્તાધીશોને ભાવનાબેન વિરૂદ્ધ લેખિત ફરિયાદ કરી સાચી હકીકત જણાવી છે.
આમ છતાં અધિકારીઓ દ્વારા તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ અંગે માહિતી આપતા ઈન્ચાર્જ આચાર્યા પારૂલબેન જણાવે છે કે, ભાવનાબેન 2013થી શિકાગોમાં સ્થાયી થયા છે. તે દિવાળીની રજાઓમાં જ આવે છે અને સરકારી પગાર લે છે. આ બાબત મારી જાણમાં આવતાં જ મેં મારા અધિકારીઓને આ વાસ્તવિકતા વિશે જાણ કરી, જેથી બાળકોના શિક્ષણને થતું નુકસાન અટકાવી શકાય. શાળામાં છેલ્લે નોંધાયેલ હાજરી 25 જાન્યુઆરી 2023 ના રોજ હતી. આ મામલે પ્રાથમિક શિક્ષણાધિકારીનું કહેવું છે કે ભાવનાબેન છેલ્લે 25 જાન્યુઆરી 2023ના રોજ શાળાએ ગયા હતા. આ પછી, તેઓ પગાર ન લેવાની શરતે 1 જાન્યુઆરી, 2024 થી રજા પર છે. શાળાની મુલાકાત દરમિયાન આ બાબત પ્રકાશમાં આવતાં ભાવનાબેનને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી હતી. તેમજ તેમની સામે કાર્યવાહી કરવા શિક્ષણ વિભાગને જાણ કરવામાં આવી હતી. હાલ જીલ્લા શિક્ષણ વિભાગ દ્રારા સમગ્ર મામલે શોધખોળ હાથ ધરાઈ છે. જેનું જલ્દી નિરાકરણ જીલ્લા શિક્ષણ વિભાગ દ્રારા નિરાકરણ લાવવામાં આવશે.
આ પણ વાંચો:બુટલેગરોએ પોલીસ ઉપર પથ્થરમારો કરતા એક કોન્સ્ટેબલ સહિત પીએસઆઇ ને ઇજા
આ પણ વાંચો:રાજ્ય અને જિલ્લા કક્ષાએથી રોગચાળા નિયંત્રણ અને અટકાયતી કરેલ કામગીરી
આ પણ વાંચો:એક પેડ માઁ કે નામ”: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ૭૫મા વન મહોત્સવ-૨૦૨૪નો પ્રારંભ