આ વર્ષ સામાન્ય જનતાથી લઇને બોલિવૂડ માટે પણ ખરાબ સાબિત થઇ રહ્યુ છે. બોલિવૂડથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જાણીતા અભિનેતા આસિફ બસરાએ આત્મહત્યા કરી દીધી હોવાનુ સામે આવી રહ્યુ છે.
હિમાચલ પ્રદેશનાં કાંગરા જિલ્લાનાં ધર્મશાળામાં એક કેફે પાસે તેમણે આત્મહત્યા કરી હોવાનુ જાણવા મળ્યુ છે. તે છેલ્લા 5 વર્ષથી ધર્મશાળા-મેક્લોડગંજ રોડ પર ભાડાનાં મકાનમાં રહેતા હતા. તેમની સાથે તેમની મહિલા મિત્ર રહેતી હતી જે વિદેશી મૂળની છે. જો કે હજી સુધી સ્પષ્ટ નથી થઈ શક્યું કે બસરાએ આત્મહત્યા કેમ કરી છે. કાંગરાનાં એસપી વિમુક્ત રંજનએ ઘટનાની પુષ્ટિ કરી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે મૃતદેહનો કબજો લઇને કેસની તપાસ શરૂ કરી છે.
સુત્રોનાં જણાવ્યા અનુસાર, ગુરુવારે બપોરે આસિફ બસરા પોતાના પાલતુ કૂતરાને ફરાવવા નીકળ્યા હતા. આ પછી, તે ઘરે આવ્યા અને કૂતરાની રસીથી જ આત્મહત્યા કરી હતી. પ્રાથમિક તપાસ મુજબ એવું કહેવામાં આવી રહ્યું છે કે, બસરા ઘણા સમયથી ડિપ્રેશનમાં હતા. આપને જણાવી દઈએ કે, આસિફ બસરા એક પ્રખ્યાત ટીવી એક્ટર છે અને તે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં દેખાયા છે. આપને જણાવી દઇએ કે, 53 વર્ષનાં આસિફ બસરા ભારતીય ફિલ્મ, ટેલિવિઝન અને થિયેટર અભિનેતા હતા. મેરિકન કોમેડી ફિલ્મ આઉટસોર્સ્ડની ભૂમિકા માટે તેઓ જાણીતા છે. તે મૂળ અમરાવતીનાં રહેવાસી છે.
બસરા બોલિવૂડની ઘણી ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે. તેઓ ‘પરઝાનિયાં’ બ્લેક ફ્રાઇડેમાં જોવા મળ્યા છે. આ સિવાય તેમણે હોલીવુડ મૂવી આઉટસોર્સમાં પણ કામ કર્યું છે. એટલું જ નહીં, તેમણે હિમાચલી ફિલ્મ સાંજમાં પણ કામ કર્યું છે. આપને જણાવી દઈએ કે, તેમણે મુંબઈમાં ‘વન્સ અપન અ ટાઇમ ઇન મુંબઇ’ માં ઇમરાન હાશમીનાં પિતાની ભૂમિકા ભજવી હતી. આ સિવાય તેઓ ગુજરાતી ફિલ્મ રોંગ સાઇડ રાજુમાં પણ જોવા મળ્યા હતા.