ભાવનગર/ રાજ્યમાં હાર્ટ એટેકથી વધુ એક મોત, 17 વર્ષિય વિજય ચૌહાણનું ઊંઘમાં જ હૃદય થઇ ગયું બંધ

ભાવનગરમાં નાની વયે હાર્ટ અટેકે જીવ ગુમાવ્યો છે. ભાવનગરના 17 વર્ષિય વિજય ચૌહાણનું મોત થયું છે.

Gujarat Others
YouTube Thumbnail 2023 10 26T132540.224 રાજ્યમાં હાર્ટ એટેકથી વધુ એક મોત, 17 વર્ષિય વિજય ચૌહાણનું ઊંઘમાં જ હૃદય થઇ ગયું બંધ

Bhavnagar News: ગુજરાતના યુવાઓમાં હાર્ટ એટેકનું જોખમ વધી રહ્યું છે. કોરોના કાળ બાદ સતત નાની વયે હાર્ટ અટેકના કેસ વધી રહ્યાં છે. હાર્ટ અટેક અને તેનાથી મોતના કિસ્સામાં ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. આજે ભાવનગરમાં નાની વયે હાર્ટ અટેકે જીવ ગુમાવ્યો છે. ભાવનગરના 17 વર્ષિય વિજય ચૌહાણનું મોત થયું છે.

ભાવનગરમાં ફરી એક વખત 17 વર્ષના કિશોરનું ધબકતું હૃદય બંધ થયું છે,વિજય ચૌહાણ નામનો માત્ર 17 વર્ષનો કિશોર રાત્રે 10 વાગ્યે સુઇ ગયો હતો, પરંતુ ઊંઘમાં જ તેમને હાર્ટ અટેક આવી જતાં તે સૂતા બાદ જાગ્યો જ નહી. તેમને બેભાન અવસ્થામાં જોઇને ભાવનગરના માઢીયા ગામેથી 108 દ્વારા સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો. જ્યાં પરિવારની હાજરીમાં ટૂંકી સારવાર બાદ હાર્ટ અટેકના હુમલા થી આ વિજય ચૌહાણનું અવસાન થયું હતું. નવ યુવાનના અચાનક મોતથી પરિવાર સ્તબ્ધ છે. મોતના સમાચારથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.

અગાઉ, ભાવનગરના તળાજાના દેવકી ગામે હાર્ટ એટેકથી 18 વર્ષીય યુવતીનું મોત થતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જીજ્ઞા બારૈયા નામની યુવતી રાત્રે સૂતા બાદ સવારે ઉઠી જ નહીં. રાત્રે ભવાઈ જોવા જવાનું કહી સૂઈ ગયેલી યુવતી સવારે ઉઠી જ નહોતી.


whatsapp ad White Font big size 2 4 રાજ્યમાં હાર્ટ એટેકથી વધુ એક મોત, 17 વર્ષિય વિજય ચૌહાણનું ઊંઘમાં જ હૃદય થઇ ગયું બંધ


આ પણ વાંચો:જેતપુરમાં ટેન્કર નીચે બે વર્ષનો બાળક આવી જતા મોત

આ પણ વાંચો:100 કરોડનોનું ફૂલેકું ફેરવી અમેરિકા ભાગી ગયો સુરતનો વિજય માલિયા, થયા અનેક ચોંકાવનારા ખુલાસા

આ પણ વાંચો:સુરતમાં લવ જેહાદનો વધુ એક કિસ્સો, 15 વર્ષની દીકરીને પ્રેમજાળમાં ફસાવી

આ પણ વાંચો:દ્વારકામાં યોજાશે આહીર સમાજનો રાસોત્સવ, 37 હજાર મહિલાઓ રચશે વર્લ્ડ રેકોર્ડ