Accident/ બોટાદમાં એસટી અને કાર વચ્ચે અકસ્માત થતા એક વ્યક્તિનું મોત, 3ની હાલત ગંભીર

બોટાદના બરવાળા-વલીભીપુર વચ્ચે કેરિયા ઢાળ નજીક બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જોયો હતો

Top Stories Gujarat
17 6 બોટાદમાં એસટી અને કાર વચ્ચે અકસ્માત થતા એક વ્યક્તિનું મોત, 3ની હાલત ગંભીર
  • બોટાદમાં ST બસ અને કાર વચ્ચે અકસ્માત
  • બરવાળા-વલભીપુર વચ્ચે કેરિયા ઢાળ પાસેની ઘટના
  • કારમાં સવાર ડ્રાઈવરનું કમકમાટી ભર્યું મોત
  • એસ.ટી બસમાં સવાર 3 લોકોને ગંભીર ઈજાઓ
  • ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા
  • કારના પતરા તોડી કાર ચાલકને બહાર કાઢ્યો

ગુજરાતમાં અકસ્માતના કેસો દિન-પ્રતિદિન વધી રહ્યા છે,ટ્રાફિકના નિયમોની અવગણના કરતા અકસ્માતના કેસો વધી રહ્યા છે.બોટાદમાં કાર અને બસનો અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. બોટાદના બરવાળા-વલીભીપુર વચ્ચે કેરિયા ઢાળ નજીક બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જોયો હતો,જેમાં કાર ચાલકનું ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે એસટીમાં બેઠેલા 3 લોકોને ગંભીર ઇજા થઇ હતી તેમને  સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે બસ અને કાર વચ્ચે ગમખ્વાર અક્સમાત થયો હતો જેમાં કાર ચાલકનું મોત થયું હતું આજુબાજુના લોકો મદદ માટે દોડી આવ્યા હતા,બસની ગતિ ઓવરસ્પીડ હોવાથી કારનો કચ્ચરઘાણ નીકળી ગયું હતું ,કાર ચાલકનું મૃતદેહ કારના પતરા કાપીને બહાર કાઢવામાં આવ્યો હતો, આ અંગેની જાણ પોલીસને થતા ઘટનાસ્ળે પહોંચી હતી અને ગંભીર રીતે ઘાયલ થયેલાઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.