દેશની રાજધાનીમાં પટપડગંજ વિસ્તારમાં આગ લાગ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ પટપડગંજ ઔદ્યોગિક ક્ષેત્રમાં આ આગ લાગી હતી. ઘટનાની માહિતી મળ્યા બાદ ફાયર બ્રિગેડની 32 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે હજુ સુધી તે સ્પષ્ટ થઈ શક્યું નથી કે આગ કયા કારણોસર લાગી હતી. મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. આઘ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.
આપને જણાવી દઈએ કે, તાજેતરમાં જ વડા પ્રધાનનાં સત્તાવાર નિવાસસ્થાન, 7 લોક કલ્યાણ માર્ગ નજીક એસપીજીનાં રિશેપ્સનમાં આગ લાગી હતી. આગ પીએમની પાસે સ્થિત એસપીજીનાં રિશેપ્સનમાં યુપીએસની બેટરીમાં લાગી હતી. આ ઘટનાની જાણકારી વડા પ્રધાન કાર્યાલયે ટ્વીટ કરીને આપી હતી. જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે ‘શોર્ટ સર્કિટને કારણે બંગલા નંબર 9 માં સામાન્ય આગ લાગી હતી.
https://twitter.com/ANI/status/1215089284744531968
તે પીએમ નરેન્દ્ર મોદીનાં નિવાસસ્થાન અથવા ઓફિસ સંકુલ નથી, પરંતુ એલકેએમ સંકુલનાં એસપીજી રિસેપ્સનનો ભાગ છે. આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવામાં આવી છે. ‘ જોકે પીએમઓએ કહ્યું છે કે આગની ઘટના ગંભીર નથી, પરંતુ સુરક્ષા તરીકે જરૂરી તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. જણાવી દઇએ કે, ટૂંક જ સમયમાં આગને કાબૂમાં લેવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.