Surat News : સુરતમાં ઝીંગા જમવા જેવી નજીવી બાબતે થયેલી બબાલમાં એક વ્યક્તિનું નોત નીપજતા ચકચાર મચી છે. આ બનાવ ઈચ્છાપોર ગામના બસ સ્ટોપ પર બન્યો હતો. જેમાં એક સફાઈ કામદારનું રહસ્યમય સંજોગોમાં મોત થયું હતું. જેમાં ઝીંગા જમવા બાબતે બે મિત્રો વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં એક મિત્રનું મોત નીપજ્યું હતુ, પ્રાથમિક તપાસમાં ત્રણ મિત્રો તાડી પીધા બાદ સફાઈ મશીન લઈને નીકળ્યા હતા. બાદમાં સુરતના ઈચ્છાપોર ગામના બસ સ્ટેન્ડ પર પહોંચીને જીંગા જમવા બેઠા હતા. બાદમાં મને કેમ ઝીંગા ઓછા આપ્યા કહીને ઝઘડી પડ્યા હતા.
જેમાં વિજય અને કરણ નામના મિત્રો વચ્ચે ઝપાઝપી થઈ હતી. જેમાં એક સફાઈ કામદારનું મોત થયું હતું. પોલીસે મોતનું કારણ જાણવા માટે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. જેને પગલે ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે,એમ પોલીસે કહ્યું હતું. મૃતકનું કુદરતી મોત થયું છે કે હત્યાનો બનાવ છે તે અંગે હાલ રહસ્ય ફેલાયું છે.
આ પણ વાંચો: સુરત હીરા ઉદ્યોગમાં મંદી, મંદીના કારણે રત્ન કલાકાર વાહન ચોરીના રવાડે ચડ્યો
આ પણ વાંચો: સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદી વચ્ચે કરાઈ ઠગાઈ
આ પણ વાંચો: હીરા ઉદ્યોગ સંકટ: સુરતમાં આત્મઘાતી હેલ્પલાઈન પર 1,600 કોલ આવ્યા