New Delhi News : હત્યારાઓએ ઉપીએક વાર જાહેર રસ્તા પર ગોળીબાર કરીને દિલ્હીમાં આતંક ફેલાવ્યો છે. આ વખતે બદમાશે અલીપુર વિસ્તારમાં ફાયરિંગ કરીને એક વ્યક્તિની હત્યા કરી નાંખી હતી. જ્યારે એન્ય એખ શખ્સ ઘાયલ થયો હતો. અલીપુર બ્લોક પાસે બાઈક પર આવેલા હુમાખોરોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો.
મિડીયાના અહેવાલ મુજબ બે બાઈક પર આવેલા ચાર શખ્સોએ અલીપુર વિસ્તારમાં અચાનક ગોળીબાર કર્યો હતો. જેમાં નરેન્દ્ર મલિક નામની વ્યક્તિનું મોત નીપજ્યુ હતું. નરેન્દ્ર મલિક ઓટો ચાલક હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ બનાવમાં અન્ય એક શખ્સને પગમાં ગોળી વાગી છે. જેનું નામ હરીશચંદ્ર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
ધોલે દહાડે હત્યા કરીને આરોપીઓ બાઈક પર ફરાર થઈ ગયા હતા. બનાવ બાદ પોલીસ ઘટનાસ્થલે પોહંચી હતી અને તપાસ હાથ ધરી હતી. પોલીસ બનાવના સ્થળ નજીકના સીસીટીવી ફૂટેજ શોધી રહી છે. જોકે હજીસુધી આરોપીઓ આ ઘટનાને અંજામ કેમ આપ્યો તે જાણી શકાયું નથી. પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો:અમદાવાદના સિવિલ હોસ્પિટલના ચોથા વર્ગના કર્મચારીઓ હડતાળ પર
આ પણ વાંચો:પાટણમાં ત્રણ વ્યક્તિઓ ડૂબ્યા, મહિલાને બચાવાઈ
આ પણ વાંચો:કલેકટરની દરમિયાનગીરી પછી હિમાદ્રી રેસિડેન્સીના બિલ્ડર સામે ફરિયાદ નોંધાઈ
આ પણ વાંચો:ભાજપ કોંગ્રેસના 13થી 14 ઉમેદવારોના નામાંકન રદ કરવાનો પ્રયાસ કરશેઃ ગોહિલ